Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘ગુજરાતીઓ કોઈને સરળતાથી સ્વીકારતા નથી અને સ્વીકારી લે તો નકારતા નથી’

‘ગુજરાતીઓ કોઈને સરળતાથી સ્વીકારતા નથી અને સ્વીકારી લે તો નકારતા નથી’

0
156

ફિરોઝ ઇરાનીએ લગભગ 550 ફિલ્મોમાં કામ કર્યુ છે

અમદાવાદઃ ગુજરાતીઓ કોઈને સરળતાથી સ્વીકારતા (Gujarati Film Feroz Irani) નથી અને એક વખત સ્વીકારી લે પછી તેને નકારતા નથી, આ શબ્દો છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત (કે કુખ્યાત) વિલન ફિરોઝ ઇરાનીના.

આજે 70 વર્ષે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહેલા(Gujarati Film Feroz Irani) ફિરોઝ ઇરાની ગુજરાતી ફિલ્મોને લઈને આજે પણ પહેલા જેટલા જ ઉત્સાહી છે. આજે પણ જો ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે જો તમે આંખ બંધ કરીને કોઈ ચહેરો જુઓ તો ફિરોઝ ઇરાનીનો ચહેરો તમારી બંધ આંખ સમક્ષ પર પણ તરવર્યા વગર નહી રહે. આવો છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પર પર વિલન ફિરોઝ ઇરાનીનો પ્રભાવ. કોઈપણ ગુજરાતી ફિલ્મ આજે વિલન ફિરોઝ ઇરાની વગર અધૂરી લાગે છે.

ફિરોઝ ઇરાનીએ લગભગ 550 જેટલી ફિલ્મ કરી છે. તેમને (Gujarati Film Feroz Irani)પહેલેથી જ અભિનય પ્રત્યે આકર્ષણ હતુ. તેમનું કુટુંબ પહેલાથી જ અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલુ હતુ. ફિરોઝ ઇરાની થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા ફરીદુન ઇરાની સ્ટેજ કલાકાર હતા. તેમણે ફક્ત આઠ વર્ષની વયે જ પિતા દ્વારા નિર્મિત નાટકમાં કામ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ કોરોનાએ ફરી એકવાર ગુજરાતને થરથરાવ્યું, છેલ્લા 24 કલાકમાં 1495 કેસ નોંધાયા

ફિરોઝની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ 1967થી થયો હતો. તેમની (Gujarati Film Feroz Irani)પહેલી ફિલ્મમાં બહેન અરુણા ઇરાની હીરોઈન હતી અને વિજય દત્ત હીરો હતો. તેમણે પહેલી ફિલ્મથી જ વિલનની ભૂમિકા ભજવી હતી. આમ તેમની કારકિર્દીનો પ્રારંભ જ વિલન તરીકે થયો હતો. 1969માં આવેલી જીગર અને અમી તેમની બીજીફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે સંજીવ કુમારના ભાઈનો પોઝિટિવ રોલ ભજવ્યો હતો.

વિલનની ભૂમિકા પર પસંદગી ઉતારવા અંગે ફિરોઝે જણાવ્યું હતું કે (Gujarati Film Feroz Irani)ફિલ્મોમાં અભિનયનો પ્રારંભ કરતા જ હું સમજી ગયો હતો કે હીરોની ભૂમિકા ઘણી મર્યાદિત હોય છે. હીરોએ હંમેશા સારા દેખાવવાનું હોય છે. તેમા પ્રયોગોને બહુ અવકાશ હોતો નથી. તેથી મેં નેગેટિવ ભૂમિકાઓ ભજવવા માંડી. 1972માં અરવિંદ ત્રિવેદી સાથે વીર રામવાળો ફિલ્મ આવી હતી, તેમા તેમણે ડાકુની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ નીવડી હતી.

આ પણ વાંચોઃ ચારેય શહેરોમાં રાત્રી કફર્યુનો કડક અમલ કરાવવામાં આવશે

તેમણે કહ્યું હતું કે વિલન તરીકે તેમની લોકપ્રિયતા એટલી હતી(Gujarati Film Feroz Irani) કે તેમને ડર હતો કે તેમને કોઈ વાસ્તવમાં મારવા ન માંડે. તેઓ કહ્યું કે શહેરોના લોકોને તો ખબર છે કે હું તો ફિલ્મોમાં વિલનની ભૂમિકા કરું છું. પરંતુ આજે પણ નાનકડા ટાઉન અથવા ગામની મહિલાઓ મને જુએ તો તરત જ ભાગી જાય છે. તેઓ માટે હું હજી વિલન જ છું, આ મારી વિલન તરીકેની સફળતા છે.

દરેક ગુજરાતીની જેમ ફિરોઝ ઇરાનીને પણ દાળઢોકળી બહુ જ ભાવે (Gujarati Film Feroz Irani)છે. તેમના માટે તેમની પત્નીના હાથની દાળઢોકલી ફેવરિટ છે. ફિરોઝ ઇરાની અને તેમના પત્ની કામાક્ષી દિવસનો પ્રારંભ સોસાયટીમાં આવેલા જિમમાં જઈને કરે છે. પચી તેઓ સ્વિમિંગ કરે છે. તેઓ ફિટનેસ અને ડાયેટ અંગે બહુ સજાગ રહે છે. ઘરે આવ્યા પછી શૂટિંગ માટે જાય છે. સપ્તાહના ત્રણ દિવસ શૂટિંગ માટે જાય છે.

તેમનો એક પુત્ર અભિષેક સ્વિટ્ઝરલેન્ડ છે, તેણે સ્વિસ યુવતી સાથે લગ્ન કર્યા હોવાથી પરિવાર સાથે ત્યાં જ વસ્યો છે. જ્યારે બીજો પુત્ર અક્ષત તેમની જેમ જ કલાકાર છે. તેણે એક ગુજરાતી ફિલ્મ કરી છે. હાલમાં તેની પાસે ત્રણ ગુજરાતી ફિલ્મ છે. તેમનો ફેવરિટ એકટર સંજીવ કુમાર છે અને અબિનેત્રી અરૂણા ઇરાની છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9