ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં ટીકિટ લેવા માટે અનેક દાવેદારો ઉભા થઈ ગયા છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસ અને મહિલાઓએ પણ ટીકિટની માંગણી કરી છે. હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચારને લઈને કોંગ્રેસ આક્રમક તેવર અપનાવી રહી છે. કોંગ્રેસ આદિવાસી મતો મેળવવા માટે અંબાજીથી ઉમરગામ અને સુઈગામથી સોમનાથ સુધીની બે યાત્રાઓનું આયોજન કરવા જઈ રહી છે.
Advertisement
Advertisement
યુવાઓને જાગૃત કરવા માટે યાત્રા
અમદાવાદ ખાતે યોજાયેલ યુથ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં યુથ કોંગ્રસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું અનુસાર, ગુજરાતના યુવાનોને જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા બે યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રામાં વિધાનસભાની 75 બેઠક કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચનો દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ગત 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે તેમને યુવાઓમાં જાગૃતિ લાવવાની વાત કહી હતી. હવે આ કડીમાં ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા બે મહત્વપૂર્ણ યાત્રાઓનું આયોજન કર્યું છે.
બેરોજગાર યુવકોને રાહુલ ગાંધીએ આપ્યા હતા કેટલાક વચનો
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગુજરાતના બેરોજગાર યુવકોને દરમહિને 3 હજારનું ભથ્થુ આપવામાં નિર્ણય લેવામાં આવશે અને નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ આવનારા સમયમાં 10 લાખ નોકરી આપશે. આ વચનોને લોકો સુધી પહોંચાડવા માટે યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં યોજાવા જઈ રહ્યું છે.
યુવાઓને (યુથ) કોંગ્રેસમાં જોડવાની કોશિશ
હરપાલસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર, 22મી સપ્ટેમ્બરથી યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે. અંબાજીથી ઉમરગામ સુધીની પ્રથમ તબક્કાની યાત્રા નીકળશે, બીજા તબક્કામાં સૂઇગામથી સોમનાથ સુધીની યાત્રા શરૂ કરવામાં આવશે. આ બંને યાત્રામાં ગુજરાતના 27 જેટલા જિલ્લા કવર કરવામાં આવશે. આ ઉપરાંત મશાલ યાત્રા, સમંલનો, બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યુથને વધુમાં વધુ કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાની કોશિશ કરવામાં આવશે.
Advertisement