Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શું ગુજરાતમાં લોકડાઉન ફરીથી લાગૂ કરાશે? CM રૂપાણીએ કરી સ્પષ્ટતા

શું ગુજરાતમાં લોકડાઉન ફરીથી લાગૂ કરાશે? CM રૂપાણીએ કરી સ્પષ્ટતા

0
5627
  • ડેપ્યુ.સીએમ પછી મુખ્યમંત્રીએ પણ અફવાઓને ફગાવી દીધી
  • સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના વાયરસના 500થી વધુ કેસો સામે આવી રહ્યા છે. આ દરમિયાન લોકડાઉન લંબાવવાને લઇને કેટલીક અફવાઓ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યુ કે રાજ્યમાં ફરીથી લોકડાઉન નહીં લંબાવાય.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકો વચ્ચે જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરી રહી નથી.

આ પણ વાંચો: લુણાવાડા-મોડાસા હાઇવે પર ગંભીર અકસ્માત, ટ્રકે પલટી મારતા એક સાથે 8 વાહનો અથડાયાં

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના નાગરિકોને આ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યુ કે 1 જૂનથી અનલૉક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ- ધંધા- રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓ પણ હવે ધબકવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આગળ જણાવ્યુ કે કોરોના વિરુદ્ધ આપણી લડાઇ ચાલુ છે. રોજ બરોજની પ્રવૃત્તિઓ હવે સામાન્ય થઈ છે, ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 511 કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારની અફવાઓએ જોર પકડ્યુ હતુ ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રકારની અફવાઓ પર પૂર્ણવિરામ મુક્યુ હતુ. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાનું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાત માત્ર અફવા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.