Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતમાં વિકાસ માત્ર કાગળ પર, 161 ગામડામાં હજી પાણીની પાઇપલાઇન નહીં

ગુજરાતમાં વિકાસ માત્ર કાગળ પર, 161 ગામડામાં હજી પાણીની પાઇપલાઇન નહીં

0
325
  • આઝાદીનાં 72 વર્ષ બાદ પણ કેટલાંક ગ્રામીણ વિસ્તારોમાં પાઈપલાઈન થકી પાણી નથી આવતું
  • ગુજરાતનાં 161 ગામડાઓમાં આવેલા 30,478 ઘરોને પાઈપલાઈન થકી પાણી ઉપલબ્ધ નહીં
  • રાજ્યનાં કેટલાંક ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી થતું : પર્યાવરણ એક્સપર્ટ મહેશ પંડ્યા

આકીબ છીપા, અમદાવાદ : ગુજરાતને વિકાસનો પર્યાય માનવામાં આવે છે પરંતુ આઝાદીનાં 72 વર્ષ પછી પણ કેટલાંક (gujarat villages water crisis) ગ્રામીણ વિસ્તારોમાં શહેરોની જેમ પાઈપલાઈન થકી પાણી આવતું નથી. જળ શક્તિ મંત્રાલય હેઠળ આવતા જળ જીવન મિશનની વેબસાઈટ પર રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે ગુજરાતનાં 161 ગામડાઓમાં આવેલા 30,478 ઘરોને પાઈપલાઈન થકી પાણી મળતું નથી અને જીવન ગુજારવા માટે ટાંકા, કુવા, ટેન્કર કે બોરમાંથી પાણી મેળવવું પડે છે.

આ 161 ગામડા પૈકી 141 ગામડાં પૂર્વી ગુજરાતના આદિવાસી બેલ્ટ ગણાતા સાબરકાંઠાથી છોટા ઉદેપુર વિસ્તારમાં આવેલા છે. સાબરકાંઠા, છોટા ઉદેપુર, પંચમહાલ સહિત 5 જિલ્લાઓનાં 141 ગામડાઓમાં પાઈપલાઈન થકી પાણી ઉપલબ્ધ નથી.

સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 66 ગામડાંઓ આવેલા છે કે જ્યાં પાઈપલાઈનથી પાણી આપવાની સુવિધા હજી સુધી આવી નથી. છોટા ઉદેપુરના આ 66 ગામડાંઓ પૈકી 42 ગામડાં નસવાડી અને બોડેલી તાલુકામાં આવેલા છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી, કવાંટ, નસવાડી સહિત 6 જિલ્લાનાં કેટલાંક ગામડાઓમાં પણ આવી જ સમસ્યા છે.

છોટા ઉદેપુર જિલ્લા બાદ સૌથી વધુ મહીસાગર જિલ્લાના 24 ગામડાઓમાં પણ પાઈપલાઈન સુવિધાના અભાવને લીધે નળમાં પાણી આવતું નથી. મહીસાગર જિલ્લાના કંડણા, લુણાવાડા અને સંતરામપુર તાલુકાના કેટલાંક ગામડાઓમાં પણ પાણી પાઈપલાઈન થકી આવતું નથી. છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લાને બાદ કરતા દાહોદ, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાનાં 51 ગામડાઓમાં આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: BREAKING : ગાંધીનગરમાં MD ડ્રગ્સનો પર્દાફાશ, 7.47 લાખના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ

gujarat villages water crisis

નળ સરોવર પાસે આવેલા મોટી કિશોલ ગામના વતની રોહિત ચિલ્લાહએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં હજી પણ કેટલાંક લોકો ટાંકા અને કુવામાંથી પાણી ભરીને ઉપયોગ કરે છે. તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) બે મહિના પહેલા તેમના ગામની મુલાકાતે આવ્યા હતાં પણ કંઈ થયું ન હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે જળ જીવન મિશન વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે મોટી કિશોલ ગામમાં કુલ 530 ઘર આવેલા છે કે પૈકી 259 ઘરોમાં નળથી પાણી આવે છે. મોટી કિશોલ ગામ અમદાવાદના વિરમગામ તાલુકામાં આવેલો છે.

છેલ્લાં બે વર્ષથી પાણીના વિવિધ મુદા પર સક્રિય રહેનાર વેજલપુર વિધાનસભા યુથ કોંગ્રેસ નેતા એજાજ ખાનએ જણાવ્યું હતું કે શહેરનાં મકતમપુરા અને સરખેજ વોર્ડમાં આવેલા કેટલાંક વિસ્તારોમાં લોકોમાં ટેન્કર અને બોરથી પાણી મેળવે છે. ઉનાળામાં આ સમસ્યા વધુ વિકટ બની જાય છે.

આ મુદ્દે વાતચીત કરતા પર્યાવરણ એક્સપર્ટ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યનાં કેટલાંક ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થતું નથી. જેના લીધે લોકોને પાણીજન્ય રોગચાળોનો સામનો કરવો પડે છે. ઔધોગિક એકમોના વેસ્ટને યોગ્ય રીતે ટ્રીટ કરાતું નથી, જેને લીધે પાણી દૂષિત થાય છે. CAGના રિપોર્ટને ટાંકતા તેમણે કહ્યું કે, જો લોકો પ્રદુષિત પાણી પીતા હોય તો તેની જાણ સરકારે લોકોને કરવી જોઈએ.

gujarat villages water crisis

 

નવી યોજનાઓ લાગુ કરી ગામડાંઓને પાણી પહોંચાડવામાં આવશે : કુંવરજી બાવળીયા


ગુજરાત એક્સક્લૂઝિવ
સાથે વાતચીત કરતા ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, જે તે વખતે જ્યારે યોજનાઓ બની હોય તેમાં ટેક્નિકલ કારણસર કે સર્વેમાં જે ક્ષતિઓ થઈ છે. તેને હયાત યોજનાઓમાં સુધારી અથવા જરૂર પડે તો નવી યોજનાઓ લાગુ કરી ગામડાંઓને પાણી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો: સાવધાન! હવે પોલીસ સોસાયટીમાં ઘૂસીને પણ માસ્ક વિનાને દંડ ફટકારી રહી છે