Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘જ્યારે પણ પેટાચૂંટણી થાય ત્યારે હું સંપૂર્ણ તૈયાર’, કપરાડાના પૂર્વ MLAનો દાવો

‘જ્યારે પણ પેટાચૂંટણી થાય ત્યારે હું સંપૂર્ણ તૈયાર’, કપરાડાના પૂર્વ MLAનો દાવો

0
112
  • કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગઇ કાલે બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત
  • કપરાડામાં કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપી દેનાર MLAનો ચૂંટણી લડવાનો દાવો
  • ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ કોંગ્રેસને પડકાર ફેંક્યો

ગાંધીનગરઃ ગઇ કાલે શુક્રવારના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેની તારીખો પણ જાહેર કરી દેવાઇ છે. જો કે, ગુજરાતમાં પેટાચૂંટણી અંગે કોઈ જ જાહેરાત કરવામાં નથી આવી. આ અંગે 29 સપ્ટેમ્બરે ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી માટે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં પેટાચૂંટણીને લઈને કોઈ નિર્ણય થઈ શકે છે. ત્યારે હજુ પેટાચૂંટણીની જાહેરાત નથી થઈ એ પહેલાં જ કપરાડામાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાનાર જીતુ ચૌધરી (kaparada ex mla jitu chaudhary) એ ભાજપમાંથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે.

જીતુ ચૌધરીએ જણાવ્યું કે,

“જ્યારે પણ પેટાચૂંટણી થાય ત્યારે હું સંપૂર્ણ તૈયાર છું. હાલમાં ભાજપમાં કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં છું અને ‘દૂધ માં સાકર ભળે એમ હું પણ ભાજપમાં ભળી જઈશ.” એમ તેઓએ જણાવ્યું હતું.

(kaparada ex mla jitu chaudhary)

આ પણ વાંચો: રાપરના વકીલની સરેઆમ હત્યા થતા વિરોધ પ્રદર્શન, ઘટના CCTVમાં કેદ

કોંગ્રેસમાં તાકાત હોય તો મેદાનમાં આવે : ગોરધન ઝડફિયા

(kaparada ex mla jitu chaudhary)

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. તેઓએ પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસમાં તાકાત હોય તો મેદાનમાં આવે. કોંગ્રેસ દિવાલ પર લખી લે. અમે તમામ બેઠકો જીતવાના છીએ. અમે બુથ સુધીની વ્યવસ્થા કરી દીધી છે.” એમ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ અને અબડાસા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. કોંગ્રેસમાં મોટા પાયે તોડફોડ થતા માર્ચ મહીનામાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામાં ધરી દેતા હાલમાં આ બેઠકો ખાલી પડી છે.

આ બેઠકોમાં કપરાડામાંથી જીતુ ચૌધરી (kaparada ex mla jitu chaudhary) , ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામા આપ્યાં હતાં. જેને લઇને ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. જેની આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે.

આ પણ વાંચો: કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં એક્ટિવ કેસોનો ચોંકાવનારો આંકડો