Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પેટા ચૂંટણી : કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, આજે પણ આગેવાનો સાથે બેઠક

પેટા ચૂંટણી : કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, આજે પણ આગેવાનો સાથે બેઠક

0
177
  • આઠ બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ગરમાવો
  • સવારથી જ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો
  • તમામ બેઠકોની પેનલના નામો દિલ્હી પાર્લામેન્ટ બોર્ડને મોકલવામાં આવશે

અમદાવાદ : ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ગરમાવો (gujarat vidhansabha election meeting) તથા ધમધમાટ ચાલુ થઇ ગયો છે. આજે પણ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારોની નિરીક્ષકો સાથે બેઠક યોજાઇ છે. સવારથી જ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. બપોરે પેટા ચૂંટણીના જિલ્લા તથા તાલુકાના આગેવાનો સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં પાંચેક બેઠકોની પેનલના નામોની ચર્ચા પૂર્ણ થઇ છે. આજે કપરાડા, ડાંગ તથા ધારીની બેઠકો પરના ઉમેદવારોની શોધ માટેની ચર્ચાઓ નિરીક્ષકો સાથે થશે. તમામ બેઠકોની પેનલના નામો દિલ્હી પાર્લામેન્ટ બોર્ડને મોકલવામાં આવશે.

અબડાસા, કરજણ, ધારી, મોરબી, કપરાડા, ડાંગ, ગઢડા તથા લીંબડીનાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં બેઠકો ખાલી પડી હતી. તેમાંથી મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. આ જોડાયેલા ધારાસભ્યો પૈકી પાંચ ધારાસભ્યોને ટિકિટ આપવાનું ભાજપે નક્કી કર્યું છે. પરંતુ હજુ નામો જાહેર કર્યાં નથી. બીજી તરફ કોંગ્રેસે આઠેય બેઠકો પર નવા ઉમેદવારોની શોધખોળ (gujarat vidhansabha election meeting) હાથ ધરી છે. તેના ભાગરુપે જ નિરીક્ષકોની નિમણૂંકો કરી હતી.

આ પણ વાંચો: BREAKING : અમદાવાદ ગ્રામ્યના ASP સહિત 7 DYSPની ગૃહ વિભાગે બદલી કરી

આ નિરીક્ષકો પૈકી પાંચ બેઠકો અબડાસા, કરજણ, મોરબી, લીંબડી, ગઢડાના નિરીક્ષકો સાથે ગઇ કાલે મંગળવારે ચર્ચા થઇ ગઇ છે. બાકી રહેલી ત્રણ બેઠકો પરની ચર્ચા આજે ત્યાંના નિરીક્ષકો સાથે થશે. બપોર બાદ આઠેય બેઠકોના જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રમુખ અથવા તો આગેવાનો સાથે ચર્ચા (gujarat vidhansabha election meeting) યોજાશે. ચર્ચા વિચારણાંના અંતે ત્રણ સભ્યોની પેનલ બનાવીને દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે.

કોંગ્રેસમાં હાલ અબડાસામાં વિસનજીત પાટાણી, રામદેવસિંહ જાડેજા, પી.સી. ગઢવી, નવલસિંહ જાડેજા, રમેશભાઇ પટેલ ( ધોળુ) ચર્ચામાં છે. જ્યારે મોરબીની બેઠક માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા, જયંતિ પટેલ, લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોળીયા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતન ખાચર, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણાના નામો તથા ગઢડાથી જગદીશ ચાવડા, મોહન સોલંકી તથા મુકેશ શ્રીમાળી તેમ જ ધારીની બેઠક માટે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જૈની ઠુમ્મર, સુરેશ કોટડીયા તથા ડૉ. કિર્તીભાઇ બોરીસાગર અને ડાંગમાં સૂર્યકાન્ત ગાવિત, ડાંગ તાલુકા પંચાયતના સભ્ય અને મુકેશ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના સભ્ય ચંદા ગાવિત ઉપરાંત કરજણમાં કિરીટસીંહ જાડેજા, હિતેષ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલાબેન ઉપાધ્યાયની ચર્ચા (gujarat vidhansabha election meeting) છે.

gujarat congress candidates

અત્રે ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબરના સોમવારનાં રોજ કોંગ્રેસે આઠ બેઠકોની વિધાનસભા પેટાચૂંટણી માટે તેની પાંચ બેઠકો માટેના ઉમેદવારો જાહેર કરી દીધાં છે. જેમાં ધારીથી સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. અબડાસાથી શાંતિલાલ સંઘાણીને ટિકિટ આપી છે. મોરબીથી જયંતિ પટેલને ટિકિટ આપી છે. ગઢડાથી મોહન સોલંકીને ટિકિટ આપી છે. કરજણથી કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ કોંગ્રેસના જે સંભવિત ઉમેદવારોના નામો જાહેર કરાયા હતાં તેમાંથી 4 બેઠકોના ઉમેદવારોના નામ પર ફાઇનલ મ્હોર મારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: BREAKING : ગુજરાત સરકાર દ્વારા વાલીઓને ફીમાં 25 ટકા રાહત