Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election

ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election

0
305
 • ચંટણી પંચે મંગળવારે જાહેર કર્યો વિધાનસભા By Electionનો કાર્યક્રમ
 • 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે, દેશની કુલ 56 બેઠકો પર પેટા ચૂંટણી

ગાંધીનગર/નવી દિલ્હીઃ ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકો સહિત દેશભરની 56 બેઠકો પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી (By Election)યોજાશે. મંગળવારે ચૂંટણી પંચે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યસભામાં ચૂંટણી પહેલાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા, જે કારણે આ ખાલી બેઠકો ખાલી પડી છે.
મંગળવારે ચૂંટી પંચે પેટા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે નીચે મુજબ છે.

By Ellectionનો કાર્યક્રમ

 • ચૂંટણી અંગેનું જાહેરનામુ                     9 ઓક્ટોબર 2020
 • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ    16 ઓક્ટોબર
 • ઉમેદવારો ચકાસણીની તારીખ               17 ઓક્ટોબર
 • ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ   19 ઓક્ટોબર
 • મતદાન તારીખ         3 નવેમ્બર
 • મતગણતરી                  10 નવેમ્બર

આ પણ વાંચોઃ પાટિલની પરીક્ષાઃ આઠેય બેઠકો જીતવાનો દાવો, હાર્દિક સામનો કરવા સક્ષમ?

કઇ બેઠકો પર થશે મતદાન?

ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણીના કારણે કોંગ્રેસી ઉમેદવારો જે 8 સીટ પર રાજીનામા મૂક્યા હતા, તેના માટે પેટા ચૂંટણી  (By Election) યોજવામાં આવશે. જેમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારીની બેઠકોનો સમાવેશ થાય છે.

19 જૂને રાજ્યસભાની ચૂંટણીઓ યોજાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ કપરાડા બેઠકથી જીતુ ચૌધરી, ડાંગથી મંગલ ગાવિત, લીંબડીથી સોમા પટેલ, ગઢડાથી પ્રવીણ મારુ, ધારીથી જેવી કાકડિયા, મોરબીથી બ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ અને અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામા આપી દીધા હતા. જેથી આ બેઠકો ખાલી પડી હતી, જેના પર પેટાચૂંટણી ( By Election)ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે અને 10 નવેમ્બરે પરિણામ આવશે.

રાજ્યની મહત્વની પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકશનમાં આવી ગયા છે. હવે રાજકીય અને લોક વર્તુળોમાં સંભવિત ઉમેદવારોની ચર્ચા છે. કોંગ્રેસના તો સંભિવત ઉમેદવારોની યાદી પણ મીડિયામાં ફરતી થઇ ગઇ છે. તૈયારી રુપે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ રાજ્યની મુલાકાત લેવાના છે.

આ પણ વાંચોઃ પેટા ચૂંટણીની જીતને લઈ નીતિન પટેલનું મોટનું નિવેદન

કોંગ્રેસના બેઠકો 73માંથી ઘટીને 65 રહી ગઇ

રાજીનામા બાદ કોંગ્રેસમાં ધમાસાણ સર્જાયું હતું. પ્રવિણ મારુ, પ્રદ્યુમન સિંહ જાડેજા, સોમા પટેલ, જેવી કાકડિયા અને મંગળ ગાવિતે માર્ચ મહિનામાં જ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. ત્યાર બાદ અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ હતી. જેના પગલે કોંગ્રેસના સભ્યોની સંખ્યા 73માંથી ઘટીને 65 રહી ગઇ હતી.

65 કોંગી ધારાસભ્યો રાજસ્થાન રિસોર્ટમાં લઇ જવાયા હતા

8 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ વધુ ભંગાણ અટકાવવા તેના 65 ધારાસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં લઇ ગઇ હતી.

8માંથી 5 કોંગી ધારાસભ્ય ભાજપમાં જોડાયા

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા 8માંથી 5 ધારાસભ્યો 27 જૂને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જેમાં અબડાસાના પ્રદ્યુમન સિંહ જાડેજા, મોરબીના બ્રિજેશ મેરજા, કપરાડાના જીતૂ ચૌધરી, ધારીના જેવી કાકડિયા અને કરજણના અક્ષય પટેલનો સમાવેશ થાય છે. ભાજપે 8 બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોનો 27 જૂને કમલમમાં આમંત્રણ આપ્યું હતું. પરંતુ 8માંથી 5 ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતા.

જેમણે તત્કાલીન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ખેસ પહેર્યો હતો.

આ પણ વાંચોઃ બનાસ ડેરી ચૂંટણી : વાઇસ ચેરમેન માવજી દેસાઈનો શંકર ચૌધરી સામે જામશે સીધો જંગ

ચાર બેઠકોના સંભવિત કોંગ્રેસી ઉમેદવારો

ધારી બગસરા

 • સુરેશ કોટડીયા
 • પ્રદીપ કોટડિયા
 • જેનીબેન વિરજીભાઈ ઠુંમર
 • મોરબી
 • જયંતિભાઈ જ્યરાજ પટેલ
 • કિશોર ચીખલીયા
 • મનોજ પનારા

લીંબડી

 • કલ્પનાબેન ધોલીયા
 • ચેતનભાઈ ખાચર
 • ભગીરથસિંહ રાણા

ગઢડા

 • મોહનભાઈ સોલંકી
 • મુકેશભાઈ શ્રીમાલી
 • જગદીશ ચાવડા
 • વશરામ સાગઠીયા

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતા પણ તૈયાર

બીજી બાજુ ભાજપના સંભવિત ઉમેદવારો એક્શનમાં આવી ગયા છે. ભાજપના આઠેય બેઠકના સંભવિત ઉમેદવારોએ કામગીરી હાથ ધરી છે. ધારી, અબડાસા, કપરાડા, કરજણ, ડાંગ અને મોરબીના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યો એક્શનમાં આવ્યા છે.

ધારીમાં જે.વી.કાકડીયા, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા એક્શનમાં આવ્યા છે. તો કપરાડામાં જીતુ ચૌધરી, કરજણના અક્ષય પટેલે કામગીરી શરૂ કરી છે. મોરબીમાં બ્રિજેશ મેરજા, ગઢડામાં આત્મરામ પરમાર મુલાકાત લઈ રહ્યાં છે.