Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકોની ફરિયાદો વચ્ચે રાજ્યમાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ શરૂ થયું

લોકોની ફરિયાદો વચ્ચે રાજ્યમાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ શરૂ થયું

0
42

રજિસ્ટ્રેશન છતાં લીસ્ટમાં નામ ના આવતા કેટલાક સ્થળોએ થયો હોબાળો

અમદાવાદઃ લોકોની ફરિયાદો વચ્ચે આખરે અમદાવાદ સહિત રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણનું કામ શરુ (Gujarat Vaccination start) થઇ ગયું. પહેલી મેની સવાર થી અલગ અલગ જગ્યાએ પર હોબાળો જોવા મળી રહયો છે.

નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો પણ લીસ્ટમાં નામ જોવા મળી રહ્યા નથી.જેથી નાગરિકો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે.અને લોકો ઉમટી પડ્યા હોવાથી સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું જોવા મળી રહ્યું નથી.

આ પણ વાંચોઃ પ્રથમ ગ્રાસે જ મક્ષીકાઃ 18થી વધુની વયના લોકો રસી માટે ખાઇ રહ્યા છે ધક્કા, રજીસ્ટ્રેશનના પણ ફાંફા

નારણપુરા, મેમનગર કેન્દ્રે બબાલ

નારણપુરા, મેમનગર જેવા કેટલાક સેશન સાઇટ પર હોબાળો થયો હતો . કેટલાક લોકો દાવો કરતા હતા કે તમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ સ્ટેશન સાઈડ પર કર્મચારીઓ પાસે જે લિસ્ટ આવે છે લિસ્ટમાં તે નાગરિકોનું નામ ન હતું જેથી નાગરિકોએ હોબાળો કર્યો હતો. જ્યારે બીજી તરફ કેટલાક નાગરિકો રજિસ્ટ્રેશન વગર પણ આવ્યા હતા.સવાર થી જ દરેક સેશન સાઇટ પર રસીકરણ માટે નાગરિકો ની લાંબી લાઈન જોવા મળી રહી હતી. Gujarat Vaccination start

ભારત સરકાર દ્વારા 1 મે 2021 થી 18 થી 44 વર્ષ ના તમામ નાગરિકો ને રસીકરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી 18 વર્ષ થી ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80 શાળાઓમાં રસીકરણ કરવામાં આવશે.સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. નાગરિકોને પોતાનું ઓળખ કાર્ડ લઈને જવાનું રહેશે.

સવારે લોકોને થઇ હતી હાલાકી

શનિવારે સવારે કોરોનાના રક્ષણ માટે આજે 18 વર્ષથી ઉપરના લોકો માટે શરુ કરાયેલા રસીકરણ અભિયાન (Gujarat Vaccination start )માં પ્રથમ ગ્રાસે જ મક્ષીકાની સ્થિતિ સર્જાઇ હતી. લોકો સવારથી રસીકરણ કેન્દ્ર પર ધક્કા ખાઇ રહ્યા છે. જ્યારે રજીસ્ટ્રેશનના પણ ફાંફા થઇ રહ્યા હતા.

આ પણ વાંચોઃ આજે ગુજરાત સ્થાપના દિનથી 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના રસીકરણનું અભિયાન

કોરોનાના વધતા કેર સામે દેશભરમાં આજથી દરેક પુખ્ત વ્યક્તિને રસી આપવાની હતી. ગુજરાતમાં પણ સ્થાપના દિને એટલે કે પહેલી મેથી આ ભગીરત અભિયાનની શરુઆત થવાની હતી. પરંતુ તંત્ર ખોરવાઇ રહ્યું છે.

અમદાવાદના વાડજ અને નારણપુરા સહિતના કેટલાક કેન્દ્રો પર વ્યવસ્થાનો અભાવ દેખાયો હતો. વાડજ કેન્દ્રમાં રજીસ્ટર થયેલા લોકો ત્યાં પહોંચ્યા તો સેન્ટર જ બંધ હોવાની ફરિયાદ ઊઠી હતી. જ્યારે નારણપુરામાં મ્યુનિસિપલ શાળા નંબર 4ના સેન્ટરમાં પણ લોકોને હાલાકી થઇ રહી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat