Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પ્રથમ ગ્રાસે જ મક્ષીકાઃ 18થી વધુની વયના લોકો રસી માટે ખાઇ રહ્યા છે ધક્કા, રજીસ્ટ્રેશનના પણ ફાંફા

પ્રથમ ગ્રાસે જ મક્ષીકાઃ 18થી વધુની વયના લોકો રસી માટે ખાઇ રહ્યા છે ધક્કા, રજીસ્ટ્રેશનના પણ ફાંફા

0
45

અમદાવાદના વાડજમાં રસીકરણ માટે નોંધણી છે તો સેન્ટર જ બંધ મળ્યું

અમદાવાદઃ કોરોનાના રક્ષણ માટે આજે 18 વર્ષથી ઉપરના લોકો માટે શરુ કરાયેલા રસીકરણ અભિયાન (Gujarat Vaccination Campaign)માં પ્રથમ ગ્રાસે જ મક્ષીકાની સ્થિતિ સર્જાઇ. લોકો સવારથી રસીકરણ કેન્દ્ર પર ધક્કા ખાઇ રહ્યા છે. જ્યારે રજીસ્ટ્રેશનના પણ ફાંફા થઇ રહ્યા છે.

કોરોનાના વધતા કેર સામે દેશભરમાં આજથી દરેક પુખ્ત વ્યક્તિને રસી આપવાની હતી. ગુજરાતમાં પણ સ્થાપના દિને એટલે કે પહેલી મેથી આ ભગીરત અભિયાનની શરુઆથ થવાની હતી. પરંતુ તંત્ર ખોરવાઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ આજે ગુજરાત સ્થાપના દિનથી 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના રસીકરણનું અભિયાન

CM રુપાણીએ નાગરિકોને આપી હતી ખાતરી

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઇ કાલે ફેસબુક લાઇવ થઇ રાજ્યના નાગરિકોને ખાતરી આપી હતી કે અગાઉની જેમ રાજ્યમાં સફળતાપૂર્વ રસીકરણના કાર્યક્રમ હાથ ધરાશે. કારણ કે રસી ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી સમયસર રસીનો ડોઝ નહીં આવી શકવાની અટકળો વહેતી થઇ હતી. જેના પગલે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા થકી નાગરિકોને ભરોસો આપ્યો હતો કે એક મેથી રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણની શરુઆત થઇ જશે.

પરંતુ પ્રાપ્ત અહેવાલ મુજબ અમદાવાદના વાડજ અને નારણપુરા સહિતના કેટલાક કેન્દ્રો પર વ્યવસ્થા (Gujarat Vaccination Campaign)નો અભાવ દેખાયો. વાડજ કેન્દ્રમાં રજીસ્ટર થયેલા લોકો ત્યાં પહોંચ્યા તો સેન્ટર જ બંધ હોવાની ફરિયાદ ઊઠી છે. જ્યારે નારણપુરામાં મ્યુનિસિપલ શાળા નંબર 4ના સેન્ટરમાં પણ લોકોને હાલાકી થઇ રહી છે.

રસીનો બીજો ડોઝ લેનારાઓને નનૈયો

જ્યારે અગાઉ રસી લઇ ચૂકેલા 45 વર્ષથી વધુના લોકોને બીજા ડોઝ માટે આજની અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. તેમને પણ નિરાશા સાંપડી રહી છે. કેન્દ્ર પરથી કહેવાય છે કે આજથી માત્ર 18થી 45 વર્ષથી વચ્ચેના લોકોને જ રસી અપાશે.

આ પણ વાંચોઃ કોરોના કેરઃ અમદાવાદમાં રોજના 275 ટનની જરુરિયાત સામે મળે છે 225 ટન ઓક્સિજન

નોંધનીય છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મેથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ અભિયાન (Gujarat Vaccination) શરૂ થવાનું હતું.

પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વેક્સીન નિર્માતા કંપનીઓ તરફથી રસીનો જથ્થો પૂરો પાડવામાં આવે તેવી શક્યતા નહિવત હોવાથી રસીકરણ અભિયાન શરૂ નહીં થઈ શકે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજોગ સંદેશ આપતા જાહેરાત કરી છે કે પ્રથમ મેના રોજ ગુજરાતના સૌથી વધારે કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે.

AMCની 80 શાળાઓમાં રસીકરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80 શાળાઓમાં રસીકરણ (Gujarat Vaccination Campaign)કરવામાં આવશે. સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. નાગરિકોને પોતાનું ઓળખ કાર્ડ લઈને જવાનું રહેશે.

આ પણ વાંચોઃ ભરુચમાં વેલફેર કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 15 જીવતા ભૂંજાયા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat