Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આજે ગુજરાત સ્થાપના દિનથી 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના રસીકરણનું અભિયાન

આજે ગુજરાત સ્થાપના દિનથી 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના રસીકરણનું અભિયાન

0
56
 • રાજ્યમા સમયસર રસીકરણ શરુ કરવા અંગે શંકા હતી પરંતુ CM રુપાણીએ અટકળોને આપ્યો રદિયો
 • રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસી આપવામાં આવશે

ગાંધીનગર: આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મેથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ અભિયાન (Gujarat Vaccination) શરૂ થયુ.

પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વેક્સીન નિર્માતા કંપનીઓ તરફથી રસીનો જથ્થો પૂરો પાડવામાં આવે તેવી શક્યતા નહિવત હોવાથી રસીકરણ અભિયાન શરૂ નહીં થઈ શકે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજોગ સંદેશ આપતા જાહેરાત કરી છે કે પ્રથમ મેના રોજ ગુજરાતના સૌથી વધારે કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે.

આ પણ વાંચોઃ કોરોના કેરઃ અમદાવાદમાં રોજના 275 ટનની જરુરિયાત સામે મળે છે 225 ટન ઓક્સિજન

AMCની 80 શાળાઓમાં રસીકરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80 શાળાઓમાં રસીકરણ કરવામાં આવશે. સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલા નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. નાગરિકોને પોતાનું ઓળખ કાર્ડ લઈને જવાનું રહેશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ રસીકરણ માટે 80 સેશન સાઈટ નક્કી. જ્યાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. હાલ 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ પહેલી મેથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી (Gujarat Vaccination)આપવામાં આવશે.

પહેલા ક્યા જિલ્લામાં રસીકરણ અભિયાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ, સુરત, રાજકોટ , વડોદરા, ભાવનગર, જામનગર, ભરૂચ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગરમાં રસીકરણની શરૂઆત થશે. આ જિલ્લાઓમાં જે લોકોએ પહેલાથી જ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું છે તેમને કોઈ જ ચાર્જ વગર રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોને વેક્સીન આપવાની શરૂઆત થશે.

આ પણ વાંચોઃ ભરુચમાં વેલફેર કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 15 જીવતા ભૂંજાયા

રજીસ્ટ્રેશન માટે શું કરવું?

કોરોના રસી માટે કોવિન એપ અથવા આરોગ્ય સેતુ નો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરી ઉપરાંત https://selfregistration.cowin.gov.in/ લિંક પર પણ નોંધણી થઈ શકે છે.

  • – https://selfregistration.cowin.gov.in/ પર
  • – પોતાનો મોબાઈલ નંબર નાખો. એકાઉન્ટ બનાવવા તમારી પાસે OTP આવશે.
  • – OTP નાખી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરો.
  • – રસીકરણ રજિસ્ટ્રેશન પેજ ઉપર પહોંચી જશો. ત્યાં ફોટો આઈડી પ્રૂફ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
  • -તમારું નામ, ઉંમર, લિંગ સહિતની વિગતો અને ઓળખપત્ર અપલોડ કરો.
  • -નોંધણી માટેની જાણકારી નોંધ્યા બાદ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો.
  • – નોંધણી પૂરી થયા બાદ સિસ્ટમ એકાઉન્ટ ડિટેઇલ દેખાડશે.
  • – કોઈ એક વ્યક્તિ એડ મોર બટન પર ક્લિક કરીને આ મોબાઈલ નંબરથી વધુ 3 લોકોને જોડી શકે છે.
  • – હવે ‘Schedule Appointment’ બટન ઉપર ક્લિક કરો.
  • -રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ સહિતની વિગતો દ્વારા રસીકરણ કેન્દ્ર સર્ચ કરો.
  • -ત્યારબાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકીંગ થઈ જાય એટલે તમને એક મેસેજ મળશે. તે જાણકારીને રસીકરણ કેન્દ્ર ઉપર બતાવવી પડશે.

Aarogya Setu એપથી રજીસ્ટ્રેશન

  • -પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.
  • -હોમપેજમાં Co-WIN ટેબ ઉપર ક્લિક કરો.
  • -Co-WIN ટેબ ઉપર ચાર વિકલ્પ આવશે. જેમાં Vaccination ઉપર ક્લિક કરી Registration Now દબાવો.
  • – તમારો મોબાઈલ નંબર નાખી Proceed to Verify ઉપર ક્લિક કરો. OTP નાખો. ત્યારબાદ ફરી તે જ વિકલ્પ પસંદ કરો.
  • – નંબર વેરીફાઈ થયા બાદ તમારે ફોટો આઈડી કાર્ડ (સરકારી આઈડી, વોટર આઈડી કાર્ડ, આધાર) અપલોડ કરવાના રહેશે. તેમાં તમારે આખું નામ લખવાનું રહેશે. તમારે ઉંમર, લિંગ, જન્મ તારીખ સહિતની જાણકારી પણ ભરવી પડશે. આરોગ્ય સેતુ એપના માધ્યમથી વધુમાં વધુ ચાર લાભાર્થીની નોંધણી થઈ શકશે.
  • -આગળના પેજ ઉપર તમારે પત્રતાનું પુરાવો આપવો પડશે.
  • – રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ દ્વારા તમારી અનુકૂળતા મુજબ રસીકરણ કેન્દ્ર સર્ચ કરવાનું છે. ત્યાર બાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકિંગ થયા બાદ મેસેજ મળશે. જે જાણકારી તમારે રસીકરણ કેન્દ્ર ઉપર દેખાડવાની રહેશે.

આ પણ વાંચોઃ આરોગ્ય તંત્રના નિવુત્ત થયેલા કે થનારા તબીબી/ ટેકનીકલ-નોન ટેકનીકલ સહિતના અધિકારી-કર્મચારીની સેવાઓ ચાલુ રખાશે

અત્યાર સુધી રસીકરણ મામલે અમદાવાદ અવ્વલ

નોંધનીયે છે કે અત્યાર સુધી 45થી વધુ વર્ષની વયના નાગરિકોને રસી (Gujarat Vaccination)અપાઇ. જેમાં અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. 28 એપ્રિલ, 2021ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં કુલ 4,15,733 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર અને 45 વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં 37,702(99 ટકા) ફ્રંટલાઈન વર્કર્સ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 32,201( 73 ટકા)એ રસીનો બીજો ડોઝ લઈ કોરોના સામે સુરક્ષા મેળવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat