Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા

0
643

ગુજરાત યૂનિવર્સિટી દ્વારા આ વર્ષે 18 કોલેજ અને એક નેશનલ ઇન્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ નામની સંસ્થાને માન્યતા આપવામાં આવી છે.જોકે, ગુજરાત યૂનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલ ધારા ધોરણોનું પાલન કર્યા વગર આ માન્યતા આપી દેવામાં આવી છે. ગુજરાત યૂનિવર્સિટી દ્વારા આ 19 સંસ્થાઓને માન્યતા આપવામાં આવતા નીડ કમિટીની ભલામણોના ધજાગરા કર્યા છે.હાસ્યાસ્પદ વાત એ છે કે,નીડ કમિટીની રચના પોતે કુલપતિ હિમાંશુ પંડ્યાએ કરી હતી અને આ કમિટીને પોતે જ ચેયર કર્યા હતા અને યૂનિવર્સિટી દ્વારા કોલેજોને માન્યતા કઇ શરતે આપવી તે ધારા ધોરણ નક્કી કરાઇ હતી પરંતુ હવે જ્યારે 19 સંસ્થાઓને માન્યતા આપી દેવામાં આવી છે ત્યારે નીડ કમિટીના રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોના મજાક બનવા સીવાય કશુ રહ્યું નથી.

શું છે નીડ કમિટી?

યૂનિવર્સિટી દ્વારા કેટલી કોલેજોને માન્યતા આપવી, કઇ શરતે માન્યતા આપવી, કેટલી છૂટછાટ આપવા જેવી બાબતોના નિર્ધારણ આ કમિટી દ્વારા કરવામાં આવે છે. નીડ કમિટીની રચના યૂનિવર્સિટીના કુલપતિ તેમજ અન્ય સભ્યોની સહમતિથી કરાઇ છે. જે પછી કમિટી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને ખાનગી તેમજ સરકારી કોલેજોને માન્યતા આપવા, સીટ વધારવાની માન્યતા, માન્યતા આપવા માટે જરૂરી ધારાધોરણ નક્કી કરવા જેવી બાબતોની ભલામણ કરે છે.જે કુલપતિ અને સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરીને નિયમ સ્વરૂપે યૂનિવર્સિટી માન્ય કરે છે અને જ્યારે યૂનિવર્સિટી કોલેજોને માન્યતા આપે ત્યારે તેમનું ચુસ્ત પણે પાલન કરે છે.

શું હતી ગુજરાત યૂનિવર્સિટીની નીડ કમિટીની ભલામણ?

નીડ કમિટીના રિપોર્ટના ધજાગરા

નીડ કમિટી દ્વારા કરાયેલી ભલામણ જેવી કે, “નીડ કમિટીના રિપોર્ટમાં પોઇન્ટ 8 મુજબ એક જ કેમ્પસમાં એક કે તેથી વધુ ટેકનિકલ પ્રોફેશનલ, એક જ કેમ્પસમાં એક કે તેથી વધુ ટેકનીકલ/ પ્રોફેશનલ કોલેજ ચાલતી હોય તો આવી કોલેજો માટે નિયત કરવામાં આવેલ જમીનને બાદ કરીને University Grants Commission (Affliation Of Colleges by Universities) Regulations,2009 તથા University Grants Commission (Affliation Of Colleges by Universities) (1st Amendments) Regulations, 2012ની જોગવાઇઓ મુજબ સ્વતંત્ર જમીન તથા બિલ્ડીંગ હોવા જોઇએ તેવું ઠરાવવામાં આવ્યું અને પોઇન્ટ 9 મુજબ ગુજરાત યૂનિવર્સિટી સંલગ્ન એક સ્વનિર્ભર સંસ્થાની મંજૂરી મળેલ હોય તો તે સંસ્થાને તે જ જગ્યામાં તેવી જ બીજી કોલેજ શરૂ કરવાની મંજૂરી ન આપવાની ભલામણ કરવામાં આવી”.
જોકે, નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓને માન્યતા આપતી વખતે કે બીજી 18 કોલેજોને માન્યતા આપવામાં આ નિયમોનું કોઇ મહત્વ ના હોય તેવી રીતે યૂનિવર્સિટી દ્વારા વર્તવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં પ્રથમ માળે સંચાલિત કરવામાં આવે છે.સંસ્થા ઉપર બોગસ ડિગ્રી આપવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેમજ માનનીય સંસદ દ્વારા આ સંસ્થાને ફેક કોલેજ સંચાલન કરવા બાબતે નોટિસ પણ આપવામાં આવી છે છતાય ગુજરાત યૂનિવર્સિટી દ્વારા આ સંસ્થાને માન્યતા આપવામાં કુલપતિ કે અન્ય સભ્યો સહેજ પણ ખચકાયા નથી અને નિયમોના ધજાગરા કરી માન્યતા આપી છે. આવનાર દિવસોમાં ગુજરાત એક્સક્લુઝિવ દ્વારા ગુજરાત યૂનિવર્સિટી દ્વારા આ વર્ષે માન્ય કરવામાં આવેલ 19 કોલેજોને કેવી રીતે નિયમોના ધજાગરા કરીને માન્યતા આપવામાં આવી છે તે બાબતે એક વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવશે.

અમદાવાદના પ્રિયાંકે પરેશાનીને પરાસ્ત કરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 8 મહિના બાદ મેરેથોનમાં દોડ્યો