Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મેડિકલના વિદ્યાર્થીઓને મળશે ઇન્ટરનલ માર્કસ, ગુજરાત યુનિ.નો મહત્વનો નિર્ણય

મેડિકલના વિદ્યાર્થીઓને મળશે ઇન્ટરનલ માર્કસ, ગુજરાત યુનિ.નો મહત્વનો નિર્ણય

0
136
  • મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને લઇ મહત્વનો નિર્ણય
  • વિદ્યાર્થીઓ કોવિડ ડ્યુટીમાં હોવાથી પરીક્ષાનું આયોજન થઈ શકે તેમ નથી

ગાંધીનગર : કોરોના વાયરસના કારણે હાલમાં તમામ યુનિવર્સિટીઓએ ઓનલાઇન અભ્યાસક્રમો ચલાવીને પરીક્ષા પણ ઓનલાઇન યોજવાનો નિર્ણય કર્યો છે. એવામાં ગુજરાત યુનિવર્સિટી (ggujarat university news) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત યુનિવર્સિટીએ કરેલા નિર્ણય મુજબ મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીના આધારે ઈન્ટરનલ માર્ક્સ આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી (gujarat university news) માં મેડિકલ કોલેજોની ઈન્ટરનલ પરીક્ષાઓ કઈ રીતે લેવી, થીયરી-પ્રેકિટકલ પરીક્ષાઓના માર્કસ કઈ રીતે ગણવા તે સહિતનાં મુદ્દાઓ મામલે ગુજરાત યુનિ. સંલગ્ન તમામ મેડિકલ કોલેજોના ડીનની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, કોરોનામાં કોવિડ ડયુટી કરતા વિદ્યાર્થીઓને રીવોર્ડ રૂપે ઈન્ટરનલ માર્કસ આપવા.

આ પણ વાંચો: બહારગામથી સુરત જતા ચેતજો, આટલા દિવસ સુધી થવું પડશે હોમ ક્વૉરન્ટાઇન

કોલેજો ઇચ્છે તો ઓનલાઇન પરીક્ષા યોજી શકે છે (gujarat medical students)

બેઠકમાં ભાગ લેનારાઓએ એવું જણાવ્યું હતું કે, હાલમાં મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ કોવિડ ડ્યુટીમાં હોવાથી પરીક્ષાનું આયોજન થઈ શકે તેમ નથી. જેથી ઈન્ટરનલ માર્કસ તેમની કોવિડ કામગીરીને જોઈને આપવામાં આવશે પરંતુ કોલેજો ઇચ્છે તો ઓનલાઇન પરીક્ષા યોજી શકે છે.

આ વર્ષે કોલેજો બંધ હોવાંથી ઈન્ટરનલ પરીક્ષાઓ પણ ફિઝિકલી યોજી શકાય તેમ નથી. આમ, તો કોલેજોની પ્રિલિમ પરીક્ષા ડિસેમ્બરમાં યોજાતી હોય છે પરંતુ કોવિડ ડ્યુટીને કારણે વિદ્યાર્થીઓ (gujarat university news) તૈયારી પણ કરી શકે તેમ નથી. જેથી આ વર્ષે લેખિત ઈન્ટરનલ પરીક્ષાઓ નહીં લેવાનો નિર્ણય કરાયો છે.

નોંધનીય છે કે ઈન્ટરનલ પરીક્ષાના માર્કસ કે જે કોલેજો દ્વારા ફાઈનલ પરીક્ષા માટે યુનિ.ઓને મોકલવામાં આવે છે તેમાં કોવિડ ડયુટીની કામગીરીને ધ્યાનમાં લેવાશે. ગુજરાત યુનિ. (gujarat university news) ની સાત મેડિકલ કોલેજો દ્વારા હાલ આ નિર્ણય લેવાયો છે. બીજા અને ચોથા વર્ષનાં કોવિડ ડ્યુટીમાં રોકાયેલા વિદ્યાર્થીઓને આનો સીધો ફાયદો થશે. આ નિર્ણય બાબતે સરકારને પણ જાણ કરવામાં આવી છે અને સરકારે પણ તમામ વિગતો મંગાવી છે. ત્યારે અન્ય યુનિ.ઓ પણ આ જ રીતે નિર્ણય લઇ શકે તેવી શક્યતા છે. કારણ કે રાજ્યમાં તમામ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી સોંપવામા આવી છે.

આ પણ વાંચો: બનાસ ડેરી ચૂંટણી : વાઇસ ચેરમેન માવજી દેસાઈનો શંકર ચૌધરી સામે જામશે સીધો જંગ