Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા

0
2178

ગુજરાત યૂનિવર્સિટી દ્વારા જ્યારથી યૂનિવર્સિટીનો કાર્યભાર વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાને સોપાયો છે ત્યારથી ગુજરાત યૂનિવર્સિટીમાં ફક્ત એ જ થાય છે જે કુલપતિ હિમાંશુ પંડ્યા ઇચ્છતા હોય.હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે જે યૂનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળના કેબિનેટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકર સંસદમાં અધ્યાદેશ લાવીને ફેક સંસ્થા તરીકે માન્ય કરીને જે સંસ્થાને નોટિસ આપી હતી.એ જ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ,અંધેરી, મુંબઇની બ્રાન્ચ નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ, અમદાવાદને ગુજરાત યૂનિવર્સિટીએ રેકગનાઇજેશન આપી દીધી છે.

એશિયાની પ્રથમ ઇવેન્ટ મેનેજમેન્ટનો દાવો કરતી NIEM (નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ) કોલેજ,અમદાવાદ,મુંબઇ, પૂણે, બેંગલુરૂ જેવી જગ્યાએ શૈક્ષણિક હાટડીઓ ખોલીને જ્યારે બોગસ ડિગ્રીઓના વેપાર કરે છે ત્યારે તેમને ડામવાની જગ્યાએ ગુજરાત યૂનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને તેમના કર્તાહર્તાઓને રેકગનાઇજેશન આપીને ડિગ્રીઓના વેપાર કરવાની ખુલ્લી છૂટ આપે છે. ગુજરાત યૂનિવર્સિટી દ્વારા વર્ષ 2018માં કુલપતિ હિમાંશુ પંડ્યાએ NIEMની સામે તપાસ કરાવવાની મોટી મોટી વાતો કરી હતી પણ તપાસ કરાવવાના બહાને પતાવટ કરીને સંસ્થાને રેકગનાઇજેશન આપી દીધી. જેથી કરીને છુટ્ટા હાથે NIEM ડિગ્રી સર્ટિફિકેટનો વેપાર કરી શકે અને સામાન્ય પ્રજાને લુંટી શકે.

તમને જણાવી દઇએ કે, નેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ, મુંબઇથી સંચાલિત થતી ઇવેન્ટ મેનેજમેન્ટની કોલેજ છે, જે UGC (યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના ધારા ધોરણોને નેવે મુકી સરે આમ ડિગ્રી તેમજ સર્ટિફિકેટના વેપાર કરે છે. આ સંસ્થા પોતે એશિયાની પ્રથમ ઇવેન્ટ મેનેજમેન્ટ કોલેજ હોવાની મોટી મોટી જાહેરાતો અખબારોમાં આપી સામાન્ય જનતાને ભ્રમિત કરી લાખો રૂપિયામાં ડિગ્રી તેમજ સર્ટિફિકેટ આપવાનું કામ કરે છે.આ સંસ્થા ડિપ્લોમા ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ, એડવર્ટાઇઝિંગ ઇન મિડિયા મેનેજમેન્ટ જેવા ઢગલા બંધ કોર્સનું સંચાલન કરે છે અને આ કોર્સની ફી પેઠે માસૂમ વિધાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી લાખો રૂપિયા પડાવવાનું તરકટ રચે છે. આવી ઘણી બધી સંસ્થાઓ આખા રાજ્યમાં ચાલી રહી છે પણ નવાઇની વાત ત્યારે થાય જ્યારે વડાપ્રધાન મોદીના કેબિનેટ મિનિસ્ટર જે કોલેજને બંધ કરવાની નોટિસ ફટકારે એ જ સંસ્થાને ગુજરાત યૂનિવર્સિટી બેશર્મી સાથે માન્યતા આપે છે.

નવી શિક્ષા નીતિથી સંસ્થાઓની સ્વાયત્તતા પર ખતરો: પ્રો. કૃષ્ણ કુમાર