Gujarat Exclusive > રાજનીતિ > ગુજરાત: ઠાકોર કોળી સમાજને વિકાસ નિગમ તો આપ્યું પણ બજેટ નીલ-ફક્ત રાજકીય ફાયદા માટે ?

ગુજરાત: ઠાકોર કોળી સમાજને વિકાસ નિગમ તો આપ્યું પણ બજેટ નીલ-ફક્ત રાજકીય ફાયદા માટે ?

0
1

ગુજરાત ઠાકોર કોળી સમાજને વિકાસ નિગમ તો આપ્યું પણ બજેટ નીલ-ફક્ત રાજકીય ફાયદા માટે જ નિગમ બનાવાયાનો આરોપ.

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં બઝેટ નો અભાવ હોવાથી લાભાર્થીઓને અપાતી સહાયમાં અનેક વિસંગતતા સામે આવી હોવાની રાવ ઉઠી છે. તો બીજી તરફ આ મુદ્દે ઠાકોર કોળી સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.અને નિગમના એમ.ડી સમક્ષ વિવિધ માંગણીઓના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઠાકોર કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના લાભાર્થીઓને પૂરતી લોન પ્રાપ્ત થતી નથી.અને વચોટિયા એજન્ટો કામ કરી જતા હોવાનો આક્ષેપ કર્યો હતો.ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે નિગમ દ્વારા લોન લેવા માટેની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે છે તેમ છતાંય લાભાર્થીને લોન માટે સહકાર નહીં મળતો હોવાનું જણાવ્યું છે.

ઠાકોર કોળી વિકાસ નિગમ દ્વારા અપાતી લોન અને તેને આનુષંગિક બાબતો અંગે સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે કે, નિગમ દ્વારા લોન મેળવવાની કાર્યવાહી સરળ કરવામાં આવે આ ઉપરાંત ગુજરાતમાં ઠાકોર કોળી સમાજની વસતી ના આધારે નિગમનું બજેટ 2500 કરોડ કરવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત વિદેશ અભ્યાસ માટે પણ નિગમ દ્વારા 20 લાખ રૂપિયાની સહાય લાભાર્થીને મળે તેવા 9 મુદ્દાઓનું આવેદનપત્ર ઠાકોર કોળી વિકાસ નિગમના એમ.ડી ને આપવામાં આવ્યું હતું . આ તબક્કે રજૂઆત કરવા આવેલા પ્રતિનિધિ મંડળે ચીમકી ઉચ્ચારી છે કે ગુજરાત સરકાર દ્વારા અમારી માંગ નહીં સંતોષાય તો આવનાર સમયમાં અલગ-અલગ જિલ્લામાંથી ઠાકોર કોળી સમાજના અગ્રણીઓ હાજર રહી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat