Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય, હવેથી કૉમ્પ્યુટર સિસ્ટમથી થશે શિક્ષકોની બદલી

ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય, હવેથી કૉમ્પ્યુટર સિસ્ટમથી થશે શિક્ષકોની બદલી

0
23

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા શિક્ષકોની જિલ્લાની આંતરીક ફેરબદલી (Teachers Transfer) કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમથી કરવાનો નિર્ણય લેવાયો છે. હવે બદલી માટેની અરજીઓ મળ્યા બાદ કોમ્પ્યુટર સોફ્ટવેરના માધ્યમથી જ શિક્ષકોની બદલીઓ (Teachers Online Transfer Order) કરવામાં આવશે.

આમ અગાઉ બદલીઓને લઈને વિભાગના (Gujarat Education Department) અધિકારીઓ સામે આંગળીઓ ચિંધાતી હતી. તેને અટકાવવા અને પારદર્શક રીતે બદલી થાય તે માટે કોમ્પ્યુટર દ્વારા જ બદલીઓ થશે. આ માટે ઓનલાઈન ખાલી જગ્યાની વિગતો નાંખ્યા બાદ શિક્ષકો અરજી કરશે. જે બાદ અરજીની ચકાસણી કરી માન્ય અરજીઓ પૈકી કોમ્પ્યુટર દ્વારા બદલીના હુકમો (Teachers Online Transfer Order) આપવામાં આવશે.

પ્રાથમિક શિક્ષકોની માંગણીની બદલીઓ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમથી ઓનલાઈન બદલીઓ (Teachers Online Transfer Order) કરવા અંગેનો કાર્યક્રમ તૈયાર કરાયો છે. જેના માટે સૌ પ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વેબસાઈટ પર જઈ લોગીન કરવાનું રહેશે. જે બાદ ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે. 31 ઓગસ્ટ, 2020ની સ્થિતિએ મંજૂર મહેકમ પ્રમાણે 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ ખાલી જગ્યાઓ ધ્યાને લઈ તે મુજબની ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે.

ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કર્યો છે તેવા શિક્ષકો પૈકી છુટા ના થયેલા હોય તે કિસ્સામાં શિક્ષકને હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે.

આ ઉપરાંત આંતરીક કે જિલ્લા ફેરબદલી થયેલી હોય અને 10 ટકાથી વધુ ખાલી જગ્યાના કારણે છુટા કરવામાં આવ્યા ન હોય તો તેવા કિસ્સામાં મુળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે.

જે પ્રાથમિક શિક્ષક આંતરીક બદલી કરાવવા ઈચ્છતા હોય તેમણે વેબસાઈટ પર વિગતો ભરી ઓનલાઈન (Teachers Online Transfer Order) અરજી સબમીટ કરવાની રહેશે. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ કાઢી તે નકલમાં શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્કા મેળવવાના રહેશે. જે બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો:  ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતીની લવસ્ટોરી લગ્નના 6 માસમાં જ ભંગાણના આરે!

આધાર પુરાવાની ચકાસણી કરી અરજીની પહોંચ આપવાની રહેશે. અરજી મંજુર-નામંજુર કરીને 6 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવાની રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 10 ફેબ્રુઆરી સુધીમાં અરજીઓ એપ્રુવલ અથવા રિજેક્ટની કાર્યવાહી કરવાની ઓનલાઈન (Teachers Online Transfer Order) કરવાની રહેશે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા નિયમોનુસાર બદલી પાત્ર સંબંધિત શિક્ષકોની બદલીના ઓર્ડર (Teachers Online Transfer Order) તૈયાર થશે. બદલી ઓર્ડર શિક્ષકોએ વેબસાઈટ પરથી જાતે જ મેળવી લેવાનો રહેશે. શિક્ષકોએ ઓનલાઈન શાળા પસંદગી કરતી વખતે ડાયસ કોડ અને શાળાનું નામ પસંદ કરતી વખતે પુરતી કાળજી લેવાની રહેશે. પસંદગી મુજબ થયેલા ઓનલાઈન બદલી હુકમ રદ કરાશે નહીં.

14 ફેબ્રુઆરીએ બદલીના હુકમો થશે
ઓનલાઈન બદલી અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો છે જે મુજબ 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી જિલ્લા દ્વારા ખાલી જગ્યા ઓનલાઈન ભરાશે. 19થી 22 જાન્યુઆરી દરમિયાન ખાલી જગ્યાનું વેરીફીકેશન, 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી ચકાસણી, 28થી 30 જાન્યુઆરી મોડીફીકેશન, 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી આંતરીક બદલી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. 3થી 6 ફેબ્રુઆરી દરમિયાન તાલુકા દ્વારા ચકાસણી, 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાકક્ષાએ એપ્રુવલ અપાશે. 11થી 13 ફેબ્રુઆરીએ ડેટા વેરીફીકેશન થશે અને 14 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન આંતરીક બદલીના હુકમો ઓનલાઈન મેળવી લેવાના રહેશે.

ચૂંટણી આચારસંહિતા નડતરરૂપ બનવાની શક્યતા
શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા આંતરીક બદલી અંગેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જોકે, આ કાર્યક્રમને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની (Gujarat Local Body Polls) આચારસંહિતા નડી શકે છે. સંભવત ઉતરાયણ બાદ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેમ છે અને ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે. આ સંજોગોમાં બદલીના હુકમો વખતે આચારસંહિતા અમલમાં હોય તો બદલીના હુકમો મેળવવાની તારીખમાં ફેરફાર કરવામાં આવશે. (File Photo)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9