Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવા મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવા મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

0
94
  • સમગ્ર રાજ્યમાં 1 એપ્રિલ-2021થી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો યોજાશે Gujarat Sujalam Sufalam Yojana 

  • 31 મે 2021 સુધી હાથ ધરાશે રાજ્યવ્યાપી જળસંચય કામો

  • માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોએ ચુકવવાની રહેશે નહિ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરાવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો તા.1 એપ્રિલ-2021થી શરૂ થશે. મુખ્યમંત્રીએ રાજ્યના જળસંપત્તિ વિભાગને આગામી તા.1 એપ્રિલ-2021થી તા.31-5-2021 દરમિયાન આ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવા મંજૂરી આપી છે.Gujarat Sujalam Sufalam Yojana 

આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. Gujarat Sujalam Sufalam Yojana 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2018ના વર્ષથી રાજ્યમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ધિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે છેલ્લા 3 વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં 16,170 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. Gujarat Sujalam Sufalam Yojana 

એટલું જ નહિ 8107 ચેકડેમ અને 462 જળાશયોના ડિસીલ્ટીંગ, 2239 ચેકડેમના રિપેરિંગ, 568 નવા તળાવોનું નિર્માણ અને 1079 નવા ચેક ડેમ મળીને સમગ્રતયા 41,488 કામો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 38,323 કિ.મી. લંબાઇમાં નહેરોની અને 5113 કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 42,064 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. Gujarat Sujalam Sufalam Yojana 

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. Gujarat Sujalam Sufalam Yojana 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરણા માર્ગદર્શનથી શરૂ થયેલા આ અભિયાનના કામોની રાષ્ટ્રીયસ્તરે નોંધ લઇ ગુજરાતના આ અભિનવ પ્રયોગને બિરદાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગ્રામ પંચાયતના અદ્યતન મકાન બનાવવા માટે સરકાર દ્વારા કેટલું અનુદાન અપાય છે?, જાણો

મુખ્યમંત્રીએ 2020ના વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આ જળસંગ્રહ અભિયાન માટે રાજ્ય સરકારના તંત્રને પ્રોત્સાહિત કરતાં તા.20 એપ્રિલ-2020થી તા.10 જૂન-2020 સુધીના માત્ર 51 દિવસના ટુંકાગાળામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં 11,072 કામો લોકભાગીદારીથીઅને મનરેગા હેઠળ હાથ ધરીને 30 લાખથી વધારે માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી. હવે આ અભિયાનનો ચોથો તબક્કો રાજ્યભરમાં યોજાવાનો છે. Gujarat Sujalam Sufalam Yojana 

સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે અને આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોએ ચુકવવાની રહેશે નહિ, તેમ પણ મુખ્યમંત્રીએ સૂચવ્યું છે. Gujarat Sujalam Sufalam Yojana 

મુખ્યમંત્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો પણ આપેલા છે કે, આ સુજલામ સુફલામ જળઅભિયાન-4ના કામોમાં કોવિડ-19 કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat