Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દિવાળીમાં એસટી વિભાગની આવક વધી, મુસાફરોનો ધસારો જોતા વધારાની બસો મૂકાઈ

દિવાળીમાં એસટી વિભાગની આવક વધી, મુસાફરોનો ધસારો જોતા વધારાની બસો મૂકાઈ

0
157

ગાંધીનગર: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે આવેલા દિવાળીનો તહેવાર ઉજવવા (Diwali Celebration) માટે શહેરમાં વસતા લોકોએ વતનની વાટ પકડી છે. જેને પગલે ST વિભાગને (GSRTC) ધરખમ કમાણી થઈ રહી છે. બીજી તરફ અમુક રુટો પર મુસાફરોનો ધસારો વધતા બસો (Gujarat ST Buses) વધારવાની ફરજ પડી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી (Diwali Celebration) માટે પોતાની રોજી-રોટી ખાતર શહેરોમાં વસવાટ કરતાં લોકો માદરે વતન જઈ રહ્યાં છે. આ સિવાય રજાઓ ગાળવા કેટલાક લોકો પ્રવાસના સ્થળે પણ પહોંચતા હોય છે. જેના પગલે એસટી વિભાગની (GSRTC) કમાણીમાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના એસટી બસ સ્ટેડ પર મુસાફરોની ભીડ જોવા મળે છે.

સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ દિવાળી અને નવા વર્ષની ઉજવણી (Diwali Celebration) માટે વતનની વાટ પકડી છે. જેના કારણે સુરત ST વિભાગ (GSRTC) દ્વારા બે દિવસમાં 419થી વધુ બસો (Gujarat ST Buses) દોડાવવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાત માટે પણ બસો દોડાવવામાં આવી રહી છે.

કોરોના સંક્રમણને (Corona Pandemic) ફેલાતું અટકાવવા માટે મુસાફરો પાસે કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન કરાવાઈ રહ્યું છે. એસટી સ્ટેન્ડ પર મુસાફરોના હેલ્થ સ્ક્રિનિંગ કરાવાઈ રહ્યાં છે. જો કે મુસાફરોની ભીડ વધારે હોવાથી મુશ્કેલી ઉભી થઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાની સારવારમાં ‘રામબાણ’ રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) સુરત વિભાગ દ્વારા 14 થી 19 નવેમ્બર સુધી અમદાવાદ માટે પણ વધારાની બસો (Gujarat ST Buses) શરૂ કરવામાં આવી છે. આ સિવાય પંચમહાલ, દાહોદ અને મહારાષ્ટ્ર માટે પણ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.