Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Gujarat School: શાળા શરુ કરવા સંચાલકોએ સરકારને મોકલ્યા સુચનો

Gujarat School: શાળા શરુ કરવા સંચાલકોએ સરકારને મોકલ્યા સુચનો

0
251

દિવાળી બાદ શાળાઓ શરુ કરવા રાજ્ય સરકારની કવાયત Gujarat school news

ગાંધીનગરઃ કોરોનાને પગલે છેલ્લા 8 મહિનાથી ગુજરાતમાં શાળાઓ  થઇ નથી. રુપાણી સરકાર કેન્દ્ર તરફથી લીલી ઝંડી મળવા છતાં હજુ કોઇ નિર્ણય લઇ શકી નથી. સલાહ સુચનો મેળવી રહી છે. ત્યારે ફી મામલે બાંધછોડ કરવા તૈયાર નહીં થનારા શાળા સંચાલક મંડળે હવે સરકારને શાળા શરૂ કરતા પહેલાં ગાઇડલાઇન બહાર પાડવા ઢગલાબંધ સુચને મોકલ્યા છે.

ગુજરાત સરકારે DEOને આ Gujarat School શરુ કરવા મામલે વિદ્યાર્થી વાલી મંડળ અને શાળા સંચાલકો સાથે વિચાર વિમર્શ કરી અભિપ્રાય આપવાનું કામ સોંપ્યું છે. જેમાં શાળા સંચાલકોએ આગામી 3-4 વર્ષ માટે શિક્ષણકાર્ય અંગે સુચનો મોકલ્યા છે. તેના આધારે ગાઇડલાઇન તૈયાર કરવાની ભલામણ કરી છે. Gujarat school news

શાળા સંચાલક મંડળે સીએમ વિજય રુપાણીને મોકલેલા પત્રમાં જણાવ્યું કે આગામી 3 વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે. વર્ગમાં મહત્તમ 30 વિદ્યાર્થી જ રાખવાની છૂટ આપવામાં આવે. 3-4 વર્ષ માટે ફિક્સ પગાર કે પ્રવાસી શિક્ષકોને રાખવાની મંજૂરી અપાય. Gujarat school news

આ પણ વાંચોઃ માત્ર 15 મિનિટમાં તમે ખુદ ભરી શકો છો તમારું I-T રિટર્ન, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

શાળામાં કામના કલાકો ઘટાડી હોમવર્ક પર વધુ ભાર મુકવામાં આવે. બે પાળી વચ્ચે સેનિટાઇઝેશન માટે એક કલાકનો બ્રેક અપાય. રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા સહિત સરકારના દરેક કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવે. Gujarat school news

ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને આ અંગે પત્ર લખ્યો છે. મંડળ દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ શાળાઓ (Gujarat School) શરુ થાય તે પહેલા તમામ બિલ્ડિંગને સેનિટાઈઝ કરવી પડશે. Gujarat school news

વિદ્યાર્થીઓના વર્ગને વધુમાં વધુ 30 વિદ્યાર્થીઓ પૂરતો સીમિત રાખવા સૂચન કરવામાં આવ્યું છે. આમ ત્રણથી ચાર વર્ષ માટે ફિકસ પગારથી અથવા પ્રવાસી શિક્ષકો રાખવા પડશે.

આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવો Gujarat School

Gujarat School શરુ થયા બાદ ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવાનો રહેશે. વર્ગ શિક્ષણ કાર્યના કલાક ઘટતા વિદ્યાર્થીઓ પાસે ઘરે વધુ સમય મળશે. જેથી ગૃહકાર્ય પર વધુ ભાર આપવા સૂચન કરવામાં આવ્યું છે.

ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય તહેવારો,રાજકીય મેળાવડામાંથી પણ બાકાત રાખવા, જેમ કે, વૃક્ષારોપણ, સરકાર દ્વારા આયોજીત રમતોત્સવ, સાંસ્કૃતિક મેળાવડામાંથી પણ વિદ્યાર્થીઓને દૂર રાખવા જોઇએ.

આ પણ વાંચોઃ Gujarat school ખોલવા અંગે અસમંજસઃ હજુ ચર્ચા જ, ઓડ-ઇવનથી પણ બાળકોને બોલાવવાની વાત

શાળા પ્રવાસ પર પ્રતિબંધ

૩ વર્ષ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું છે. જે શાળાઓ પાસે બસની વ્યવસ્થા છે, તેમને બસમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવાનું ખાસ કહેવાયું છે.

શાળા સંચાલક દ્વારા કરાયેલા સુચનો

  • -આગામી 3 વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે.
  • -વર્ગમાં મહત્તમ 30 વિદ્યાર્થી જ રાખવાની છૂટ આપવામાં આવે.
  • -3/4 વર્ષ માટે ફિક્સ પગાર કે પ્રવાસી શિક્ષકોને રાખવાની મંજૂરી અપાય.
  • -શાળામાં કામના કલાકો ઘટાડી હોમવર્ક પર વધુ ભાર મુકવામાં આવે.
  • -બે પાળી વચ્ચે સેનિટાઇઝેશન માટે એક કલાકનો બ્રેક અપાય.
  • -રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા સહિત સરકારના દરેક કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવે.
  • -૩ વર્ષ માટે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ.
  • -શાળા બસોમાં પણ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે.