Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના વધતા કેસોના લીધે રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો નહી ખૂલે

કોરોનાના વધતા કેસોના લીધે રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો નહી ખૂલે

0
198
  • વાલીઓને રાહત, ધોરણ 9થી 12ની સ્કૂલો પણ શરૂ ન કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
  • કેન્દ્રએ માર્ગદર્શિકાઓને આધીન રહીને 21 સપ્ટેમ્બરથી શાળા શરૂ કરવા છૂટ આપી હતી
  • કેન્દ્રના નિર્ણયના લીધે 9થી 12મા ધોરણના વિદ્યાર્થીઓના વાલી અવઢવમાં મૂકાયા હતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને હાલમાં 9થી 12 ધોરણની સ્કૂલો શરૂ ન કરવાનો (gujarat school-reopen) નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રાજ્યમાં ધોરણ નવથી ધોરણ 12ની શાળાઓ શરૂ(gujarat school-reopen) ન  કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્રએ સ્કૂલો શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર કરી

કેન્દ્ર સરકાર દ્વારા નવથી બાર ધોરણની શાળાઓ વાલીઓની મંજૂરીથી શરૂ કરવા માટેની માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી હતી. જો કે કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધું હતું કે શાળાએ બાળકને મોકલવું કે નહી તે નિર્ણય લેવાનો અધિકાર બાળકના માતાપિતાનો રહેશે. શાળા તે અંગે કોઈ નિર્ણય લઈ શકે નહી. આ માર્ગદર્શિકાને આધીન રહીને 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ (gujarat school-reopen)કરવાનું જણાવાયું હતું.

આ પણ વાંચોઃ RTO: કાચા લાયસન્સ માટે ‘યુ આર ઇન કયૂ, પ્લીઝ વેઇટ’ જેવી સ્થિતિ

કોરોનાના કેસમાં વધારો

ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતી ન જોખમાય તે હેતુથી 9થી 12 ધોરણની શાળાઓ શરૂ ન કરવાનો (gujarat school-reopen)રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારના નિર્ણયથી માબાપને રાહત

રાજ્ય સરકારે લીધેલા નિર્ણયના લીધે રાજ્યના કેટલાય માબાપે હાશ અનુભવી છે. કેન્દ્રની જાહેરાત પછી આ માબાપ અવઢવની સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. બાળકને સ્કૂલે મોકલવું કે નહી તેના અંગે તેમની અવઢવની સ્થિતિ હતી. આ સિવાય સ્કૂલે થયેલા બાળકને કોરોના થાય તો તેની જવાબદારી કોની તે અંગે પણ કોઈ સ્પષ્ટતા ન હતી.

આ પણ વાંચોઃ ફક્ત 15 મિનિટની સર્જરી અને 90 વર્ષના દાદી ચાલતા થઈ ગયા

પણ રાજ્ય સરકારે જ સ્કૂલો શરૂ ન કરવાનો (gujarat school-reopen)નિર્ણય લેતા હવે નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓના માબાપે રાહત અનુભવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ જણાવ્યું હતું કે હાલમાં શાળાઓ નહી ખૂલે, જેથી રાજ્યના 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાની જ જરૃર નહી પડે.

ગુજરાત સરકાર રાજ્યમાં દિવાળી પછી જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે વિચારી રહી છે. તેથી દિવાળી પછી રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેવી છે તેના આધારે શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. આ સિવાય ઓનલાઇન એજ્યુકેશન માટે પણ સ્કૂલમાં 50 ટકા સ્ટાફ જ હાજર રહે તેવું માર્ગદર્શિકામાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ Narmada Damની જળ સપાટી 138.58 મીટરે પહોંચી, બંધ થયો છલોછલ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. આમ રાજ્યમાં છેલ્લા છ મહિનાથી સ્કૂલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.