Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 11 મહિના બાદ રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ

11 મહિના બાદ રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ

0
40

ગાંધીનગર: 11 મહિના બાદ રાજ્યની શાળાઓમાં આજથી ધોરણ 6 થી 8ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ભારત સરકારે જાહેર કરેલી કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલોમાં થર્મલ ગન અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. Gujarat School Reopen

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સાથે જ દરરોજ બાળકો સ્કૂલે આવે તે પહેલા તમામ સ્કૂલને સેનિટાઈઝ પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. Gujarat School Reopen

અમદાવાદની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓના આગમન પહેલા તમામ સ્કૂલોને સેનેટાઈઝ કરવામાં આવી છે. Gujarat School Reopen

આ પણ વાંચો: રાજકોટ: કોંગ્રેસ બાદ ‘આપ’એ પણ EVM પર ઉઠાવ્યા સવાલ, BJPનું ‘કમળ’ મોટું અને બોલ્ડ કેમ? Gujarat School Reopen

આજથી શરૂ થઈ રહેલા પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યમાં તમામ વિદ્યાર્થીઓને વાલીના સંમતિપત્ર સાથે શાળામાં બોલાવવામાં આવશે. કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓને શાળાએ આવવા દબાણ કરશે નહી. કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં આવવા ના માંગતો હોય, તો તેના માટે ઓનલાઈન ક્લાસિસ ચાલુ રાખવાના રહેશે. Gujarat School Reopen

અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગે પોતાની 8 જાન્યુઆરી 2021ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન શાળાઓએ કરવાનું રહેશે. રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતા વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ 6થી 8ના વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. Gujarat School Reopen

જણાવી દઈએ કે, રાજ્યમાં માર્ચ-2020માં કોરોનાના પગલે સ્કૂલો બંધ કરવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. પ્રારંભિક તબક્કામાં થોડા સમય માટે જ સ્કૂલો બંધ કરાઈ હતી, પરંતુ ત્યાર બાદ તબક્કાવાર મુદ્દત લંબાવવામાં આવી હતી અને છેક દિવાળી સુધી સ્કૂલો બંધ રહી હતી. જે બાદ સરકારે દિવાળી વેકેશન બાદ 23 નવેમ્બરથી શાળા શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના પગલે શાળા શરૂ થઈ શકી ન હતી. આમ સ્કૂલોનું પ્રથમ સત્ર એક પણ દિવસ શાળા ખુલ્યા વગર જ પુરૂ થઈ ગયું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat