Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્કૂલ ફી મામલોઃ સરકાર સ્કૂલ સંચાલકો સાથે, વાલીઓને 25%નું લોલીપોપ

સ્કૂલ ફી મામલોઃ સરકાર સ્કૂલ સંચાલકો સાથે, વાલીઓને 25%નું લોલીપોપ

0
200
  • ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય, પુરી ભરેલી ફીમાંથી 25 ટકા સરભર કરાશે
  • આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, CBSEને પણ લાગુ થશે
  • ખાનગી શાળાઓએ શિક્ષકોને પગાર આપવો પડશે

ગાંધીનગરઃ કોરોનાકાળમાં સ્કૂલો બંધ હોવા છતાં રુપાણી સરકારે અંતે શાળા સંચાલકોને સાથ આપ્યો અને વાલીઓના માત્ર 25 ટકાનું લોલીપોપ આપી દીધું. સ્કૂલો બંધ હોવા છતાં વાલીઓ 50 ટકા ફી ભરવા તૈયાર હતા. પરંતુ સરકારે 6 મહિના બાદ માત્ર 25 ટકા જ ફી માફી (gujarat school fees) નો નિર્ણય લીધો.

સરકારની આ નિર્ણયથી વાલીઓમાં નારાજગી છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય વાલીઓના હિતમાં નહીં પણ સંચાલકોના હિતમાં લેવામાં આવ્યો. વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું છે કે આ મામલે વાલી મંડળની બેઠક મળશે. ત્યાર બાદ આગળની રણનીતિ કરવામાં આવશે.

હાઇકોર્ટના ચુકાદા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ ગઇ કાલે વાલી મંડળ અને શાળા સંચાલકોની રજૂઆતો સાંભળી હતી અને આજે મુખ્યમંત્રી વિજય રુપાણીને તેનાથી વાકેફ કર્યા હતા. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં 25 ટકા ફી (gujarat school fees) માફી ઉપરાંત કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

  • શાળાઓ કોઇ પણ ઈતર પ્રવૃત્તિની ફી લઇ શકશે નહીં
  • જેમણે પુરી ભરી હશે તેમને ફીમાંથી 25 ટકા સરભર કરાશે
  • આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, CBSEને પણ લાગુ થશે
  • ખાનગી શાળાઓએ શિક્ષકોને પગાર આપવો પડશે
  • એક પણ શિક્ષક ને છુટા કરી શકાશે નહીં

વાલીઓની સંચાલકોને અપીલ (gujarat school fees)

વાલીઓએ સંચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, “મારી અપીલ છે કે, આ આંદોલન આગળ ન ચાલે. આપણે બધાએ શિક્ષણનું હિત જોવાનું છે. વાલીઓ અને સંચાલકોમાં વૈમન્યસ્ય ન વધે અને વિદ્યાર્થીઓનું હિત જળવાય તેવું કરવાનું છે. હવે કેન્દ્ર સરકારે જે નવી શિક્ષણ નીતિ આપી છે તેના અમલીકરણ પર કામ કરવાનું છે. મારી વાલીઓ, સંચાલકોને અપીલ છે કે આ અંગે કોઇ વાદવિવાદ ન થાય.

બીજી બાજુ મંગળવારે, એટલે ગઇ કાલે, વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો હતો. મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફી (gujarat school fees) નું કોકડું ગુંચવાયું હતું. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે પણ સવાલ ઉભો થયો હતો.

આ પણ વાંચો: કોરોનાના 6 મૃતદેહોની ઓટોપ્સીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ફેફસાં થઇ ગયા પથ્થર સમાન

ફી મામલે ખાનગી સ્કૂલોની મનમાની પર હાઈકોર્ટે બ્રેક લગાવી હતી

ફી ભરવા મામલે ગુજરાત સરકારે આજે વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ નોંધનીય છે કે આ અગાઉ કેટલીય વાર વાલીઓએ રાજ્ય સરકારને સ્કૂલ ફી ઘટાડવા મામલે રજૂઆતો કરી હતી. તેમ છતાં સરકાર વાલીઓની વાતને અવગણતી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ગુજરાતમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતાં દોઢ કરોડ વિદ્યાર્થીઓને ફીમાં (private school-fees)રાહત આપવા અંગેનો આદેશ આપ્યો હતો. પરંતુ જે-તે સમયે સરકાર સમયના અભાવનું બ્હાનું કાઢીને છટકી ગઈ હતી.

રાજ્યમાં સ્કૂલોમાં ફી ભરવા મામલે અગાઉ હાઇકોર્ટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. વાલીઓ માટે સ્કૂલમાં ફી ભરવા મામલે હાઇકોર્ટે વાલીઓને ફી ભરવા મુદ્દે રાહત આપતા હાઇકોર્ટે ખાનગી શાળાઓમાં વાલીઓ ફી ન ભરી શકે તેનાં બાળકનું એડમિશન રદ કરવામાં ના આવે તેની સરકાર પાસે બાંહેધરી માંગી હતી.

અત્રે નોંધનીય છે કે છેલ્લાં કેટલાંય સમયથી શાળાઓમાં સંચાલકો દ્વારા ફી (gujarat school fees) ઉઘરાવવાનો વિવાદ ભારે વકર્યો હતો ત્યારે એવામાં વાલીઓએ હાઇકોર્ટનો સહારો લીધો હતો. ત્યારે એવામાં વાલીઓને રાહત આપતા 30 જૂન સુધી ખાનગી સ્કૂલોની મનમાની પર રોક લગાવતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “જે અંગેની સુનાવણી કરતા હાઇકોર્ટે સરકાર પાસે વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓની ફી જો ન ભરવામાં આવે તો તેવાં વિદ્યાર્થીઓનાં એડમિશન શાળા રદ્દ નહીં કરી શકે તેવી બાંહેધરી માંગી હતી. બધાનું હિત જળવાય એ રીતે રાજ્ય સરકાર રસ્તો કરે.” એવું હાઇકોર્ટે નિવેદન આપ્યું હતું.

અમદાવાદમાં વિરોધ

ફી (gujarat school fees) માફીના મુદ્દે રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વાલીમંડળ અને વાલીઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. 100 ટકા ફી માફ કરવાના પોસ્ટરો સાથે લોકોએ વિરોધ કર્યો છે. પરંતુ અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે કેટલાંય સમયથી કોરોના મહામારીને કારણે સ્કૂલો બંધ છે તેમજ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. તો પછી કેમ પૂરી ફી ઉઘરાવવા મામલે સરકારે આખરે 25 ટકા જ રાહત આપી છે.

પાટણમાં ફી મામલે વિરોધ

ગુજરાત જન અધિકાર મંચ દ્વારા પાટણમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણ કલેકટર ઑફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં. વિદ્યાર્થીઓની જો 50 ટકા ફી માફ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: પેટા ચૂંટણી : કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, આજે પણ આગેવાનો સાથે બેઠક