Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > સ્કૂલ Fee માફી અંગે બુધવારે રુપાણી સરકાર કરી શકે છે મોટી જાહેરાત

સ્કૂલ Fee માફી અંગે બુધવારે રુપાણી સરકાર કરી શકે છે મોટી જાહેરાત

0
365
  • મંગળવારે શિક્ષણમંત્રીએ વાલી મંડળ -સ્કૂલ સંચાલકોની વાત સાંભળી
  • આજે CM રુપાણી સમક્ષ ફી માફી અંગે બંને પક્ષોની રજૂઆતો રજૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 6 મહિનાથી બંધ રહેલી સ્કૂલોની Fee માફી અંગે રુપાણી સરકાર આવતીકાલે બુધવારે મોટો નિર્ણય લઇ શકે છે. જેમાં 25 ટકા ફી માફી અંગે મહત્વની જાહેરાત થવાની સંભાવના છે.

કોરોનાકાળમાં શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ જેવું જ છે. છતાં સ્કૂલ સંચાલકો દ્વારા Fee વસુલવા અંગે કરાઇ રહેલા આગ્રહ વચ્ચે ગાંધીનગરથી પ્રાપ્ત રિપોર્ટ મુજબ આવતીકાલે CM વિજય રુપાણી રાજ્ય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લઇ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election

રુપાણી કેબિનેટ 25 ટકા ફી માફી અંગે નિર્ણય લઇ શકે છે

મંગળવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની વાલી મંડળ અને સ્કૂલ સંચાલકો સાથે બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રીએ બંને પક્ષોની રજૂઆતો સાભળી હતી. આવતી કાલે તેઓ સીએમ રુપાણી સમક્ષ આ રજુઆતો મુકશે. પ્રાપ્ત વિગત મુજબ મુખ્યમંત્રી આ મામલે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઇ શકે છે.

25 ટકા ફી માફી માટે સરકારે પહેલાં સંચાલકોને કહ્યું હતું

નોંધનીય છે કે સ્કૂલની Fee exemptionમદ્દો ઘણા લાંબા સમયથી પડતર છે. આ અંગે હાઇકોર્ટમાં પણ રજુઆતો થઇ ગઇ. હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર આ મામલે નિર્ણય લેવા હકદાર છે. તેથી પરિસ્થિને ધ્યાનમાં લઇ તેણે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. સ્કૂલોમાં શિક્ષણ કાર્ય લગભગ બંધ છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીઃ કોના પાપે કોરોના કાળમાં ચૂંટણીનો ખર્ચ ભોગવશે ગુજરાત

અમુક સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ થઇ રહ્યું છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓ તેને લાભ લઇ શકી રહ્યા નથી. પરંતુ સ્કૂલ સંચાલકો ફી માફી (Fee exemption) માટે તૈયાર નથી. જ્યારે વાલી મંડળનું ફી માફી માટે અડગ છે.તેથી આવતીકાલે રુપાણી સરકાર શું નિર્ણય લેશે તેના પર બધાની નજર છે.

કોરોના મહામારીને કારણે ગુજરાતભરમાં ચાલુ શૈક્ષણિક સત્રમાં એક પણ દિવસ શાળાઓ અભ્યાસ માટે ખુલી નથી. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઓનલાઇન શિક્ષણની વાત હતી. પરંતુ બધા વિદ્યાર્થીઓ માટે તે શક્ય નથી. બીજી બાજુ શાળા સંચાલકો ચાલુ વર્ષની School fee જતી કરવા તૈયાર નથી. એટલું જ નહીં રાજ્ય સરકારની સુચના મુજબ 25 ટકા ફી માફી માટે પણ રાજી નથી. તેથી મામલો હાઇકોર્ટમાં બે-ત્રણ વખત સુનાવણી હેઠળ ચાલી ગયો.

આ પણ વાંચોઃ એરપોર્ટ ઓથોરિટીનું એવું પગલું જેની તેને કોઈપણ પ્રકારની ઓથોરિટી જ નથી

હાઇકોર્ટે શું કહ્યું હતું?

તમે સરકાર છો. આ મામલે સ્વતંત્ર નિર્ણય લેવાની તમને સત્તા છે, તો તમે તેનો ઉપયોગ કરી જરુરી નિર્ણય લો. હાઇકોર્ટે ચુકાદામાં ખાસ નોંધ્યું છે કે સરકાર ફી (School fee)મામલે હાઇકોર્ટને મધ્યસ્થી બનાવવા માગે છે. તે બાબત યોગ્ય નથી. સરકાર પાસે આ મામલે સંપૂર્ણ સત્તા હોવા છતાં તે વારંવાર કોર્ટના દ્વાર ખખડાવે છે. તે દુઃખદ છે. સરકારે નિષ્પક્ષ બનીને નિર્ણય લેવો જોઇએ અને પરિપત્ર બહાર પાડવો જોઇએ.”