Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સંચાલકોનાં સૂચનો લેવા CMને રાજ્ય શાળા સંચાલક મહામંડળની રજૂઆત

સંચાલકોનાં સૂચનો લેવા CMને રાજ્ય શાળા સંચાલક મહામંડળની રજૂઆત

0
95
  • સંપૂર્ણપણે બંધ રહેલી શાળાઓ આગામી ડિસેમ્બર 2020થી શરૂ કરવા સરકારની વિચારણા school breaking news
  • રાજ્યમાં શાળાઓ શરૂ કરતાં પહેલાં સંચાલકોનાં સૂચનો લેવા ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી
  • આગામી ત્રણ વર્ષમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવાના રહેશે

અમદાવાદ : કોરોના મહામારીના કારણે છેલ્લાં સાતેક મહિનાથી સંપૂર્ણપણે બંધ રહેલી શાળાઓ આગામી ડિસેમ્બર 2020થી શરૂ કરવાનું સરકાર હાલ વિચારણા કરી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યમાં શાળાઓ શરૂ કરતાં પહેલાં માર્ગદર્શન આપતી ગાઇડલાઇન તૈયાર કરતાં પહેલાં સંચાલકોનાં સૂચનો લેવા ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી છે. જેમાં પ્રત્યેક વર્ગમાં 65થી70 વિદ્યાર્થીઓના બદલે વધુમાં વધુ 25થી 30 વિદ્યાર્થીઓની સંખ્યા સિમિત રાખવા જણાવ્યું છે. વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યા ઘટાડવાના કારણે વર્તમાન વર્ગની સંખ્યા વધારો કરવો પડશે. school breaking news

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, “એક બેન્ચ પર 3કે 4 વિદ્યાર્થીનાં સ્થાને બે વિદ્યાર્થીઓને બેન્ચના છેવાડે બેસાડવા પડશે. ત્રણ વર્ષ 2020-21, 2021-22 તથા 2022-23માં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવાના રહેશે. આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવાનો રહેશે. વર્ગ શિક્ષણ કાર્યનાં કલાક ઘટતાં વિદ્યાર્થીઓ પાસે તેમના ઘરે થોડો વધુ સમય ફાજલ મળશે. જેથી ગૃહકાર્ય વધુ ભાર આપવાનો રહેશે. જેથી વિદ્યાર્થી વધુ કાર્યરત રહે. આગામી ત્રણ વર્ષો માટે શાળાનાં વિદ્યાર્થીઓ માટે ટૂંકા/ લાંબા તમામ પ્રકારના પ્રવાસો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો થશે.”

વધુમાં એમ પણ કહ્યું છે કે, શાળામાં આવન જાવન માટે જે બસ વ્યવસ્થા છે ત્યાં બસમાં મર્યાદિત વિદ્યાર્થીઓનું જ વહન થાય તે માટે ખાસ સૂચના લેખિતમાં થાય તે ખાસ જરૂરી છે. આગામી ત્રણ વર્ષો માટે રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડાઓમાં તેમજ યોગા, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાકાત રાખવા જોઇએ.

આ પણ વાંચો:દિવાળી બાદ સ્કૂલઃ બાળકોની સુરક્ષા મામલે સંચાલકોએ હાથ અદ્ધર કરી દીધા

વેકેશન ઘટાડવા વિચારી શકાય school breaking news

સામાન્ય રીતે 220થી 230 દિવસનું શિક્ષણ કાર્ય વર્ષ દરમિયાન થાય છે. વર્ષનાં 365 દિવસમાં 52 રવિવાર, 26 શનિવાર તથા 80 જાહેર રજા/ વેકેશનના 158 દિવસો બાદ કરતાં 207 દિવસો ગણાય. આ સંદર્ભે વેકેશનના દિવસો ઘટાડવા વિચારી શકાય.

દિવસના આઠના સ્થાને 5 તાસ લેવા જોઇએ

ધો. 1થી 12ના વર્ગોમાં સોમવારથી શુક્રવાર 8 તાસ અને શનિવારે 5 તાસ મળીને કુલે 45 તાસનું સાપ્તાહિક શિક્ષણ કાર્ય થાય છે. તેના બદલે સોમવારથી શુક્રવાર 5 તાસ લેખે 25 તાસ લેવામાં આવે અને શનિવારે 4 તાસ લઇએ તો સપ્તાહમાં કુલ 29 તાસ થાય. જેમાં ચિત્રકલા, શારિરીક શિક્ષણ, કોમ્પ્યુટર તેમ જ સામૂહિક કવાયત અને સ્વૈચ્છિક વિષયોના તાસનું શિક્ષણ બાકાત રાખવાનું થાય.

જે વિદ્યાર્થી ઘરે વાલીની સહાયથી કરી શકે. જો રોજના 8 તાસમાંથી રિશેષ સમય પણ ઓછો કરવાનો રહે. પાંચમા તાસ પછી શાળા છોડી મૂકે. આમ, થવાથી 8 તાસમાં ચાલતી શાળાને રોજના 5 તાસ મુજબ 2 પાળીમાં ચલાવી શકાશે. 35 મીનીટનો તાસ ગણતા પ્રથમ પાળી 11થી બપોરે 1/45 અને બીજી પાળી 2/45થી 5/30 સુધી ચાલે. બે પાળી વચ્ચે એક કલાક સેનેટાઇઝેશન માટે રહેશે.