Gujarat Exclusive > ગુજરાત > BREAKING: સૌરાષ્ટ્રમાં વરસાદની ફરીથી રમઝટ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી અને ખેડૂતોમાં ચિંતા

BREAKING: સૌરાષ્ટ્રમાં વરસાદની ફરીથી રમઝટ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી અને ખેડૂતોમાં ચિંતા

0
77
  • ભાવનગરના સિહોરમાં પોણા ચાર ઇંચ વરસાદ
  • સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ
  • સમગ્ર સૌરાષ્ટ્ર ફરીથી વરસાદમાં ભીંઝાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ફરી પાછો વરસાદ ત્રાટક્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર (Gujarat_Saurashtra rain) સૌરાષ્ટ્રમાં જોવાઈ છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું.

રાજકોટમાં પણ અચાનક જ સવારે વાતાવરણમાં (Gujarat_Saurashtra rain)પલટો જોવા મળ્યો હતો અને વરસાદી ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ બફારાથી છૂટકારો મેળવ્યો તો. તેની સાથે ભાવનગર જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર ભાણી ભરાયા હતા.

આ પણ વાંચોઃ મોતીયાના ઓપરેશનનો વધુ એક મામલો કોર્ટમાં પહોંચ્યો

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બફારાનું પ્રમાણ (Gujarat_Saurashtra rain)વધ્યુ છે. તેના પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વલ્લભીપુર, ઉમરાળા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, મહુવા, તળાજા, ઘોઘા સહિતના તાલુકોણાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ અચાનક ભારે વરસાદ વરસ્યો હતો. તેના પગલે શહેનરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના લીધે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે.

ભાવનગર અને સિહોરમાં અઢી અને પોણા ચાર ઇંચ વરસાદ બન્યો છે. જ્યારે ગીર-સોમનાથમાં પણ એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના વીસ  તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વરસાદના લીધે મગફળી અને કપાસના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. હાલમાં મગફળી કાઢવાની સીઝન ચાલી રહી છે. બીજી તરફ વરસાદી મગફળીનો તૈયાર પાક પલળી રહ્યો છે. ખેડૂતોને પણ ચિંતા છે કે કપાસમાં આવેલો ફાલ સતત વરસાદ ચાલુ રહે તો ખરી જાય અને તેના કારણે કપાસનો પાક બળી જવાની ભીતિ છે.

આ પણ વાંચોઃ BREAKING: પેટાચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં આયારામ-ગયારામની દોડ તીવ્ર બની

આ સિવાય મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડ્યો હતો. મોરબીના ગ્રામીણ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં કમોસમી વરસાદથી ઊભા પાકને નુકસાન થયુ હતુ. મોરબીના એક ગામમાં વીજળી પડતા એક મહિલાનું મોત થયુ હતુ. રાજકોટના ધોરાજીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

કચ્છના રાપર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના ભેંસાણ તાલુકામાં સવા ઇંચ વરસાદ પડ્યો હો. આણંદના ખંભાત તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો હોત. રાજકોટના જેતપમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ઘોઘાામાં 1.6 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 20 તાલુકમાં વરસાદી માહોલ છે. ભાવનગરના શિહોરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જેતપુર અને માણાવદરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.  આ ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ વરસાદ પડવાનો પ્રારંભ થઈ ગયો છે. આ સિવાય અંજાર, બારડોલી, વિજાપુર, વ્યારા,  ગાંધીધામ, નેત્રંગમાં પણ વરસાદ પડ્યો છે. આ સિવાય ઉપલેટા અને જામકંડોરણાની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પેઢલા, અમરનગર, સમઢિયાળા જેવા સ્થળોએ વરસાદ પડ્યો છે.

કમોમસી વરસાદના મોરચે ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજના સહાયરૂપ સાબિત થઈ શકે છે. તેમા 48 કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ પડે તો ખેડૂતોને મુખ્યમંત્રી યોજનામાંથી સહાય મળી શકે છે.