Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઘીની નદીઓ તો ન વહી, પરંતુ રાજ્ય સરકારની મનાઈ છતાં પણ પલ્લીની પરંપરા અતૂટ રહી

ઘીની નદીઓ તો ન વહી, પરંતુ રાજ્ય સરકારની મનાઈ છતાં પણ પલ્લીની પરંપરા અતૂટ રહી

0
122

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રૂપાલની પલ્લી નહી નીકળે તેમ જણાવ્યું હતું State government news

ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પલ્લીની (gujarat-rupalpalli) પરંપરા અતૂટ રહી છે. રાજ્ય સરકારની મનાઈ છતાં પણ પલ્લીની પરંપરા અતૂટ રહી છે. રુપાલમાં મોડી રાત્રે પલ્લી નીકળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કંઈ કરી શકતી નથી. State government news

આ વખતની પલ્લીમાં ઘીની નદીઓ જોવા ન મળી State government news

આ સમયે કોરોનાના રોગચાળાની વચ્ચે પણ રુપાલ ગામમા મોડી રાત્રે પલ્લી (gujarat-rupalpalli)નીકળી હતી. ફરક ફક્ત એટલો જ હતો કે ગામમાં ઘીની નદી જોવા મળતી ન હતી, પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. રાજ્યના મહેસૂલ અગ્રસચિવ પંકજકુમાર અને તેમની પત્નીએ જ પહેલા પલ્લીના દર્શન કર્યા હતા.
ગયા વર્ષે પલ્લી ત્રણ વાગે નીકળી હતી. જ્યારે આ વર્ષે પલ્લી 12 વાગે મંદિરે પહોંચી ગઈ(gujarat-rupalpalli) હતી. સામાન્ય રીતે પલ્લી બનાવવાની કામગીરી માતાજીની રજા મળ્યા બાદ શરૂ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના અને સરકારની મંજૂરી ન હોવાના લીધે પલ્લીને સાંકડી જગ્યામાં મંદિર આગળ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.

સામાન્ય રીતે પલ્લીને મંદિરમાં પરત ફરતાં બે કલાક થાય છે, પરંતુ આ વખતે ઘીનો અભિષેક થવાનો ન હોવાના લીધે પલ્લી બે કલાકના બદલે ફક્ત 35 મિનિટમાં જ પરત ફરી ગઈ હતી. આ વખતની પલ્લીમાં ફક્ત જ્યોત પ્રગટાવવા પૂરતો જ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. State government news

સાડા પાંચ હજાર વર્ષ પહેલા પાંડવોના સમયમાં પલ્લીની પરંપરા શરૂ થઈ

શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનના મેનેજર અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પાંડવોએ શરૂ કરેલી આ પલ્લી સાડા પાંચ હજાર વર્ષથી નીકળે છે. માંડવી ટાઇપની પલ્લીમાં પાંચ જયોત પ્રગટાવવામાં આવે છે. ગામના પલ્લવીવાળા વાસથી આ પલ્લી નીકળીને મંદિરે આવે છે. તેનું અંતર લગભગ પોણા બે કિ.મી. જેટલું છે. કોરોનાના કારણે પલ્લીમાં ગામના જૂજ લોકોએ જ ભાગ લીધો હતો. કોરોનાના કારણે પલ્લીમાં ગામના જૂજ લોકોએ જ ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ BREAKING : સી-પ્લેન કેવડિયા ખાતે આવી પહોંચ્યું, થોડી વારમાં પહોંચશે અમદાવાદ

પલ્લી બનાવવાની કામગીરી વહેલા શરૂ થઈ

આ વખતે પલ્લી બનાવવાની કામગીરી વહેલી શરૂ થઈ હતી અને 12 વાગ્યા (gujarat-rupalpalli)પહેલા જ વરદાયિની માતાના મંદિરના સંકુલમાં પલ્લી પહોંચી ગઈ હતી. ચાલુ વર્ષે રુપાલ ગામના રસ્તા કોરા રહ્યા હતા. સામાન્ય રીતે ગામમાં આવેલા 27 ચકલા પર માતાજીની પલ્લીને થોડા સમય માટે રોકવામાં આવે છે. આ સ્થળે માતાજીની પલ્લી પર લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.

ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી(gujarat-rupalpalli) યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી. તેવા સમયે વરદાયિની માતાજીની પલ્લી રૂપાલ ગામમાં કોરોના રોગચાળા વચ્ચે પણ અતૂટ રહી હતી.

આ પણ વાંચોઃ BREAKING : રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યાનો સ્વીકાર

માત્ર ગામમાં ઘીની નદી જોવા મળી ન હતી. પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. જ્યારે રાજ્યના મહેસુલ અગ્ર સચિવ પંકજકુમાર અને તેમના પત્નીએ પલ્લી નીકળે તે પહેલા પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલમાં માત્ર ઘીની નદીઓ ના વહી, પલ્લીની પરંપરા અતૂટ રહી હતી. State government news

આ વખતે કોરોનાના રોગચાળાના લીધે પલ્લીને સીધી જ મંદિરના સંકુલમાં (gujarat-rupalpalli)લઈ જવામાં આવી હતી. તેના લીધે રૂપાલ ગામના રસ્તા પર ઘીની નદીઓ જોવા મળી ન હતી અને રસ્તાઓ કોરા રહ્યા હતા. ગામમાં પ્રવેશતા તમામ દ્વાર ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવાયો હતો. પલ્લીના દર્શનાર્થે લોકો આવે નહીં તે માટે ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવવામાં આવ્યો હતો. બેરિકેડ લગાવીને લોકોની પૂછપરછ કરવામાં આવતી હતી. તેના લીધે બહારથી આવતા લોકો પર પોલીસ કંટ્રોલ મેળવી શકી હતી.

આમ રુપાલની પલ્લી નીકળતા વરદાયિની માતાજીની આસ્થા અકબંધ રહી હતી. રૂપાલ ગામમાં પાંડવો દ્વારા પલ્લી શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. પલ્લી કાઢવાનું ચૂકી જવાય તો ગામના લોકો હેરાનપરેશન થઈ જાય તેવી લોકવાયકા પણ છે. આથી કોરોનાના રોગચાળા વચ્ચે પણ માતાજીની પલ્લીની પરંપરા જળવાઈ રહી હતી અને તેથી ગ્રામજનોમાં પણ માતાજીની આસ્થા અકબંધ રહી હોય તેમનુ સત અકબંધ હોવાનું સ્થાનિકોના મોઢે સાંભળવા મળ્યું હતું.

પલ્લી રથ બનાવવામાં દરેક સમાજનું યોગદાન State government news

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે નોમના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે. ત્યારે વણકર સમાજ પલ્લી માટે ખિજડો કાપી લાવે છે. સુથાર સમાજ પલ્લી બનાવે છે. પ્રજાપતિ સમાજ કુંડા છાંદે છે. વાણંદ સમાજ વરખડાના સોટા બાંધે છે. માળી સમાજ ફૂલથી શણગાર કરે છે. જયારે મુસ્લિમ પીંજારા સમાજ કુંડામાં કપાસ પુરે છે. પંચૈલી સમાજ નૈવેધ માટે સવા મણનો ખીચડો બનાવે છે. ચાવડા સમાજ ખુલ્લી તલવાર લઇને પલ્લીની સુરક્ષા કરે છે. શુક્લ સમાજ પલ્લીની પુજા કરે છે. તો પટેલ સમાજ પૂજા અર્ચના કરાવીને કુંડમાં અગ્નિ પ્રગટાવે છે. ત્યારબાદ વાળંદ સમાજના યુવકો પલ્લી આગળ મશાલ લઇને ચાલે છે. ગામમાં પલ્લી 27 જગ્યાએ ઊભી રહે છે. તેના ઉપર લાખ્ખો કિલો ઘીનો અભિષેક થાય છે.  State government news