Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > RTO: કાચા લાયસન્સ માટે ‘યુ આર ઇન કયૂ, પ્લીઝ વેઇટ’ જેવી સ્થિતિ

RTO: કાચા લાયસન્સ માટે ‘યુ આર ઇન કયૂ, પ્લીઝ વેઇટ’ જેવી સ્થિતિ

0
147
  • દિવાળી સુધીની એપોઇન્ટમેન્ટ અપાઇ હોવાથી વાહનચાલકો હેરાન
  • RTO કરતાં ITIની સ્થિતિ કફોડી, સ્ટાફ ઓછો અને સમય પણ નથી

મનોજ કે. કારીઆ, અમદાવાદઃ રાજ્યના RTOમાં કાચા લાયસન્સ  માટે યુ આર ઇન કયૂ, પ્લીઝ વેઇટ જેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ આરટીઓ (Ahmedabad RTO)નો કાર્યબોજ ઘટાડવા રાજયના વાહન વ્યવહાર કમિશનરે કાચા લાયસન્સની કામગીરી ITIને સોંપી  છે. તેનાથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ બગડી રહ્યો છે. ઉપરાંત ત્યાં પાછો સ્ટાફ પણ ઓછો છે.

કોરોનાના કારણે હમણાં ઓછાં વાહનચાલકોને જ એપોઇન્ટમેન્ટ અપાતી હોવાથી રાજયભરમાં દિવાળી પછી એપોઇન્ટમેન્ટ મળે તેવી સ્થિતિ સર્જાઇ છે.

અમૂક શહેરમાં તો ડિસેમ્બર પછી એપોઇન્ટમેન્ટ મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

કાયદો અમલમાં આવ્યો ત્યારથી RTOમાં લર્નિંગ લાયસન્સ Latest news of RTO

લર્નિંગ લાયસન્સની કામગીરી કાયદો અમલમાં આવ્યો ત્યારથી RTOમાં કરવામાં આવે છે. વધતાં જતાં વિસ્તાર અને કાર્યબોજને ધ્યાનમાં લઇને આરટીઓ કચેરીઓ વધારવામાં આવી છે. છતાં પ્રશ્નનો નિકાલ નહીં થતાં આખરે તત્કાલિન રાજયના વાહન વ્યવહાર કમિશનર સોનલ મિશ્રાએ કાચા લાયસન્સની કામગીરી આરટીઓ જોડેથી લઇને શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે આઇટીઆઇ/ પોલીટેકનીકને સોંપી હતી.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છેઃ યુવા સેવા સમિતિLatest news of RTO

આ અંગે જાગૃત યુવા સેવા સમિતિના અગ્રણી સંતોષસિંહ રાઠોડે જણાવ્યું કે, આ શૈક્ષણિક સંસ્થાઓમાંઅભ્યાસ, તાલીમ માટે આવતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે. આ સંસ્થાઓ જાહેર જનતાને સાડા ત્રણથી સાડા પાંચ એટલે કે ફક્ત બે કલાક લર્નિંગ લાયસન્સની કામગીરી માટે સમય આપવામાં આવે છે. જેના કારણે જાહેર જનતાને લર્નિંગ લાયસન્સ માટે બેથી ત્રણ મહિનાનું વેઇટીંગ થઇ ગયું છે.

આ કામગીરી કરવા માટે સંસ્થાને લાયસન્સ દીઠ 100 રૂપિયા આપવામાં આવે છે. આ કામગીરી માટે આરટીઓમાં કોઇપણજાતના વધારાના રૂપિયા સરકારને ચૂકવવા પડતા નથી.

હાલની રાજયની RTOમાં 82 ટકા સ્ટાફ છે. તેની સામે આઇટીઆઇમાં માત્ર 62 ટકા સ્ટાફ છે. છતાં આ કામગીરી આઇટીઆઇને સોંપવામાં આવી છે. તેથીય વિશેષ જો કોઇ પ્રશ્ન ઊભો થાય તો તેના નિરાકરણ માટે વાહનચાલકોને આરટીઓમાં જ મોકલવામાં આવે છે. આમ કરવાથી વાહનચાલકોને ધક્કાં પણ ખાવા પડે છે. જેથી જૂની સીસ્ટમ ફરીવાર શરૂ કરવા તેમણે માંગણી કરી છે.

RTO લર્નીંગ લાયસન્સ માટેની એપોઇન્ટમેન્ટ          ( 12/9ની સ્થિતિ )

અમદાવાદ બોડકદેવ                                       15/10/2020

ચાંદખેડા ITI                                                   16/10/2020

ગર્વમેન્ટ પોલીટેકનીક                                      10/11/2020

આર.સી. ટેકનીકલ ઇન્સ્ટ.                              10/11/2020

ITI, કુબેરનગર                                               10/11/2020

ITI, ગોતા/રાણીપ                                         21/10/2020

ITI, સરખેજ                                                  6/11/2020

સુરત ITI, સુરત                                            10/12/2020

ITI, કામરેજ                                                 10/12/2020

ITI, સચીન મહિલા                                      10/12/2020

ITI, ઓલપાડ                                             10/12/2020

ITI, ચોર્યાસી હઝીરા                                  20/10/2020

ડો. એસ.એન્ડ એસ. ગાંધી                         10/12/2020

વડોદરા ITI, તરસાલી                                             –

ITI, દશરથ                                                              – 

ITI, વાઘોડીયા                                                        –

રાજકોટ ITI, રાજકોટ                               4/11/2020

એ.વી. પરીખ ટેક્નિકલ                             8/12/2020

ગર્વમેન્ટ પોલીટેક્નિક                                5/11/2020

ITI, રાજકોટ/મોરબી રોડ                      12/10/2020

ભાવનગર ITI, ભાવનગર                         20/10/2020

સર ભાવસીંહ પોલીટેક્નિક                      14/10/2020

જામનગર ITI, જામનગર                           8/10/2020

ગર્વમેન્ટ પોલીટેક્નિક                              28/9/2020

ગાંધીનગર ITI, ગાંધીનગર                      17/10/2020

ITI, દહેગામ                                            3/10/2020

ITI, કલોલ                                              28/9/2020

ગર્વમેન્ટ પોલીટેક્નિક                                9/11/2020

( નોંધ સારથી સોફ્ટવેર પર ઉપલબ્ધ ડેટાના આધારે )

શું છે ITIની સ્થિતિ

આઇટીઆઇની જાહેર માહિતી અધિકાર હેઠળ પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આઇટીઆઇમાં આચાર્ય વર્ગ 2ની 312 જગ્યામાંથી 221 ભરેલી છે. જયારે 91 ખાલી છે. તે જ રીતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની 7333 જગ્યામાંથી 4519 ભરાયેલી છે. જયારે 2814 જગ્યા ખાલી છે. તો ફોરમેન ઇન્સ્ટ્રકટરની 752માંથી 487 ભરાયેલી હોવાથી 265 જગ્યા ખાલી છે.

શું છે બંને વચ્ચે તફાવત ?

RTO

RTO