Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > OUTBREAK CORONA: કોરોના પોઝિટિવ કેસમાં ગુજરાત 6 નંબરે પહોંચ્યું

OUTBREAK CORONA: કોરોના પોઝિટિવ કેસમાં ગુજરાત 6 નંબરે પહોંચ્યું

0
458

રાજયમાં કોરોના વાયરસના કારણે લોકોની પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં એટલો વધારો જોવા મળી રહ્યો છે કે, દેશમાં 6 નંબરે આવી પહોંચ્યો છે. આવી જ રીતે કેસોમાં વધારો થતો જોવા મળશે તો શહેરમાં લોકોની હાલત કફોડી બની જશે અને રાજય 1 નંબરે આવતા સમય નહિં લાગે.

આખા દેશમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના 9152 દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 857 સ્વસ્થ થયા, જ્યારે 308 લોકો મૃત્યુ પામ્યા છે. આંકડા પર નજર કરીએ તો 1985 કેસો સાથે મહારાષ્ટ્ર દેશમાં મોખરે છે. ત્યારબાદ દિલ્હી 1154 કેસ સાથે ક્રમશ: બીજા, તામિલનાડુ 1043 કેસ સાથે ત્રીજા, રાજસ્થાન 804 કેસ સાથે ચોથા, મધ્યપ્રદેશ 564 કેસ સાથે પાંચમાં, ગુજરાત 538 કેસ સાથે છઠ્ઠા અને તેલંગાણા 504 કેસ સાથે દેશમાં સાતમાં ક્રમાંકે છે. આમ 3 રાજ્યમાં કોરોનાના 1000થી વધુ કેસો છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને તામિલનાડુનો સમાવેશ થાય છે.

ક્યાં રાજ્યમાં કેટલા કેસ?

મહારાષ્ટ્ર- 1985 કેસ
દિલ્હી- 1154 કેસ
તામિલનાડુ- 1043 કેસ
રાજસ્થાન- 804 કેસ
મધ્યપ્રદેશ- 564 કેસ
ગુજરાત- 538 કેસ
તેલંગાણા- 504 કેસ
ઉત્તરપ્રદેશ- 483 કેસ
આન્ધ્ર પ્રદેશ- 427 કેસ
કેરળ- 376 કેસ

પોઝિટિવ કેસ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે

ગુજરાતમાં વધુ 22 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે 3 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી સ્વસ્થ્ય થયા બાદ રજા આપવામાં આવી છે. આજે પણ રાજ્યમાં નોંધાયેલા વધુ કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસની ઝપેટમાં આવેલા કેસોની સંખ્યા 538 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નવા નોંધાયાલા કોરોનાના 22 કેસમાંથી અમદાવાદમાં 13, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ તથા વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. એક દિવસમાં નોંધાયેલા બે મોતમાંથી એક કેસ અમદાવાદનો જ્યારે બીજો કેસ વડોદરાનો છે.

આવતીકાલથી લોકડાઉન આંશિક રીતે ખોલવામાં આવશે!