Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાનું કાઉન્ટડાઉન: રાજ્યના 161 સેન્ટર્સ પર વૅક્સીનેશન અભિયાનની થશે શરૂઆત

કોરોનાનું કાઉન્ટડાઉન: રાજ્યના 161 સેન્ટર્સ પર વૅક્સીનેશન અભિયાનની થશે શરૂઆત

0
94

Gujarat Fight Against Corona: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સૌથી મોટા વૅક્સીનેશન અભિયાનનો (Corona Vaccination Drive) આજથી આરંભ થઈ રહ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં દેશભરના સરકારી અને ખાનગી હોસ્પિટલોના 3 કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સન વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવશે. જે નિ:શુલ્ક હશે અને તેનો ખર્ચો સરકાર ભોગવશે. કોરોના સામેની જંગ (India Fight Against Corona) માટે મહત્વના મનાતા રસીકરણ અભિયાન (Covid-19 Vaccination) માટે ગુજરાત પણ સંપૂર્ણ સજ્જ થઈ ચૂક્યું છે.

કોરોના વૅક્સીનેશનના (Corona Vaccination) પ્રથમ દિવસે રાજ્યના 161 બૂથ પરથી વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવશે. જેમાં દરેક બૂથ પર 100 સ્વાસ્થ્ય કર્મચારીઓને આજે વૅક્સીન (Covid-19 Vaccine) મૂકાશે. આમ વૅક્સીનેશનના પ્રથમ દિવસે જ રાજ્યના 16,000 જેટલા સ્વાસ્થ્ય કર્મચારીઓને વૅક્સીન આપવામાં આવશે.

રાજ્યમાં વૅક્સીનેશન (Corona Vaccination) માટે સિવિલ સહિતની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, સ્કૂલો સહિતના સરકારી સ્થળે વૅક્સીનેશન સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કોરોનાના અંતની શરૂઆત! આજથી દેશભરમાં કોરોના વૅક્સીનેશન અભિયાનનો આરંભ

પૂણેથી રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં કોરોનાની વૅક્સીનનું (Corona Vaccine) વિતરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ વૅક્સીનના 1,20,000 ડોઝ અમદાવાદ સેન્ટરને મળ્યા છે. અમદાવાદ શહેરમાં જ સૌથી વધુ 37 વૅક્સીનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય સુરત જિલ્લામાં 18, વડોદરામાં 12, રાજકોટમાં 9 સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં સરકારી હોસ્પિટલોના મેડિકલ સુપરીટેન્ડન્ટ કોરોના વાઈરસની વૅક્સીન મૂકવાનારા સૌ પ્રથમ લોકોમાં સામેલ થશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડૉ જેવી મોદી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડૉ નિયતી લાખાણી સૌ પ્રથમ વૅક્સીન લગાવનારા લોકોમાં સામેલ થશે. પ્રથમ તબક્કામાં ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના 4.31 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓની ઓળખ કરવામાં આવી છે. જેમાં ડૉક્ટર્સ અને નર્સ સામેલ છે. વૅક્સીનેશન માટે 15000 કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા પણ વેક્સિનેશનના કાર્યક્રમ બાબતે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને જવાબદારી સોપવામાં આવી છે. આમ તમામ જિલ્લાઓમાં એક-એક નેતાઓ હાજરી આપશે.

ક્યા મંત્રી? ક્યાં હાજર રહેશે?
CM વિજય રૂપાણી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ
વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ નડિયાદ સિવિલ હોસ્પિટલ
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પેટલાદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ
કેબિનેટ મંત્રી દિલીપ કુમાર ઠાકોર ગાંધીનગર જનરલ હોસ્પિટલ
 ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દાહોદની ઝાયડસ હોસ્પિટલ
મંત્રી જયદ્રથસિંહ પરમાર છોટા ઉદેપુરના સૂર્ય ઘોડા PHC સેન્ટર
રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી વલસાડના દેહરી PHC સેન્ટર
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સુરતની BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ
ઉર્જા મંત્રી સૌરભ પટેલ બોટાદ
મંત્રી વિભાવરીબેન દવે ભાવનગરના U PHC શિવાજી સર્કલ
કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જૂનાગઢની મેડીકલ કોલેજ
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જેતપુર
કેબિનેટ મંત્રી વાસણ આહિર કચ્છની જી. કે. જનરલ હોસ્પિટલ
કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ રાજકોટ શહેરમાં PDU હોસ્પિટલ
રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર મેડીકલ કોલેજ
કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર બારડોલી

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9