Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતીઓએ રામમંદિરના નિર્માણ માટે દિલ ખોલીને દાન કર્યું

ગુજરાતીઓએ રામમંદિરના નિર્માણ માટે દિલ ખોલીને દાન કર્યું

0
191
  • એક જ દિવસમાં 21 કરોડ રૂપિયા અર્પણ થયા Gujarat Ram Mandir Donation 

  • શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં સુરતના ડાયમંડના વેપારીએ 5 કરોડનું અર્પણ કર્યા

  • ગુજરાત દરેક ક્ષેત્રની જેમ ધર્મસેવામાં પણ અગ્રેસર રહેશે: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ

  • શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ,ગુજરાતના નિધિ સમર્પણ સમારોહનો શુભારંભ કરાવ્યો

ગાંધીનગર: રામ મંદિરના નિર્માણ માટે સુરતના હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકીયા સહિત અસંખ્ય વેપારીઓએ એક જ દિવસમાં 21 કરોડ રૂપિયા શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં અર્પણ કર્યા હતા. તેમાંથી 11 કરોડ તો એક માત્ર સુરતના ડાયમંડના વેપારી ગોવિંદભાઇ ધોળકિયાએ આપ્યા હતા. જયારે 5 કરોડ રૂપિયા જયંતિભાઇ કબુતરવાલા તથા 1 કરોડ રૂપિયા લવજીભાઇ દાલિયા (બાખીયા )એ આપ્યા હોવાનું રામ મંદિર નિધિ સમર્પણ સમિતિના ગુજરાતના ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાત દરેક ક્ષેત્રની જેમ ધર્મ ક્ષેત્રમાં પણ અગ્રેસર રહેશે. Gujarat Ram Mandir Donation 

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે દાન એકત્ર કરવાનું અભિયાન શુક્રવારથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે મૂળ અમરેલી જિલ્લાના લાઠીના દૂધાળાના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા ગોવિંદભાઇ રામકુષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ આરએસએસ સાથે વર્ષોથી જોડાયેલા છે. તેમણે શ્રી રામ મંદિર નિધિ સમર્પણમાં 11 કરોડ રૂપિયા અર્પણ કર્યા હતા. જયારે મહેશ કબુતરવાલા જેઓ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. તેમણે 5 કરોડ અને લવજી બાદશાહએ 1 કરોડ રૂપિયા અર્પણ કર્યા હતા. તેની સાથે કોઇ વેપારીએ 5થી માંડીને 21 લાખ રૂપિયા સમર્પણ સમિતિમાં અર્પણ કર્યા છે. તો ભાજપના ગુજરાતના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા તથા કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલે 5-5 લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂ કરાયેલું આ અભિયાન 27 ફ્રેબુઆરી સુધી ચાલશે.

પાલડી ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ, ગુજરાત દ્વારા આયોજિત નિધિ સમર્પણ સમારોહને સંબોધતા કહ્યું કે, લાખ્ખો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમા રામમંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના નેજા હેઠળનું આ અભિયાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને ભાવિ પેઢી તેનું ગૌરવ અનુભવશે.  Gujarat Ram Mandir Donation 

આ પણ વાંચો: ગુજરાતને રમત-ગમત ખેલકૂદ ક્ષેત્રે અગ્રેસર બનાવવા 560 કરોડનું માતબર બજેટ સરકારે ફાળવ્યું છે: CM

નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે સમર્પણ નિધિમાં આર્થિક યોગદાન આપનારા દાતાઓનો આભાર માનતા કહ્યું કે, ભારત માં ઔદ્યોગિક ગૃહનું ધર્મ ક્ષેત્રમાં યોગદાનની ગૌરવવંતી પરંપરા રહી છે. એવી જ પરંપરા રામમંદિરના નિર્માણમા પણ રહેશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. નાયબ મુખ્યમંત્રીએ આ તબક્કે રામ નિર્માણ આંદોલનની ભૂમિકા પણ આપી હતી અને ભારતીય પરંપરાનું મહત્વ સમજાવી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અપીલ કરી હતી.

ગુજરાતમાં પણ લવ જેહાદના કાનૂન અંગે વિચારણા ચાલી રહી હોવાનું જણાવતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના લવ જેહાદના કાયદાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસના આધારે નિર્ણય લેવાશે એમ તેમણે ઉમેર્યું હતું.  Gujarat Ram Mandir Donation 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં નિધિ અર્પણ કરી અને દાતાને ઉદાર હાથે દાન કરવાની અપીલ કરી હતી. આ નિધિ સમર્પણ કાર્યક્રમમાં સંતગણ અને ધર્મપ્રેમીજનો ઉપસ્થિત રહ્યા હતા. Gujarat Ram Mandir Donation 

જયારે ગુહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિર્માણ નિધિમાં 1 લાખ અર્પલ કરતાં કહ્યું હતું કે, રામ મંદિર એ માત્ર રામ મંદિર ન બની રહેતાં રાષ્ટ્ર મંદિર બની રહેવાનું છે તેનાથી ભારતની ઓળખ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  Gujarat Ram Mandir Donation Gujarat Ram Mandir Donation 

તેમણે વટવા વિસ્તારમાં યોજાયેલા આ અંગેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કુતિ વિશ્વમાં ગુરુસ્થાને બિરાજમાન થવા જઇ રહી છે. તેના મૂળમાં ભગવાન શ્રીરામે સ્થાપેલા માનસ્થાનો છે. આ સદીમાં ઉત્તમમાં ઉત્તમ તક મંદિર નિર્માણની મળી છે. ત્યારે આપણું કર્તવ્ય છે કે વધુમાં વધુ નિધિ મંદિર નિર્માણ માટે સમર્પિત કરીએ. Gujarat Ram Mandir Donation 

આ પણ વાંચો:  નવરંગપુરા H.L.કોલેજ રોડ પર યુવતીને લાફા મારનાર પોલીસ કોન્સ્ટેબલને DCPએ સસ્પેન્ડ કર્યો

તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય સંસ્કુતિના જતનની તક પરિપૂર્ણ કરવા અનેક કાર સેવકોની સહાદતને નમન કરવાનો અમૂલ્ય અવસર છે. 1989થી રામ શીલા પૂજન બાદ સમાજમાં ચેતનાનું નિર્માણ થયું હતું. ત્યારબાદ શ્રી રામ જયોતિથી સમાજમાં એક જનજાગરણ શરૂ થયું હતું. મંદિર સાથે આપણી શ્રધ્ધા અને આસ્થા જોડાયેલી છે. ‘સોંગદ રામ કી ખાતે હૈ, મંદિર વહી બનાયેગે’નું સૂત્ર જન જન સુધી પહોંચ્યું હતું. અને સંતો-મહંતોના આર્શિવાદથી રામમંદિરનું ભૂમિપૂજન થયું છે. દાતાઓએ આજે દાન આપ્યું છે તેવી જ રીતે સમાજ શ્રેષ્ઠીઓ પણ વધુને વધુ સંખ્યામાં દાન આપવા માટે જોડાય તે જરૂરી છે.

વધુમાં જાડેજાએ કહ્યું કે, સમાજનો છેવાડાનો માનવી પણ તેમાં જોડાય તેવું અભિયાન હાથ ધર્યું છે ત્યારે મંદિરમાં પોતાનું યોગદાન છે તેવી ભાવના દરેક વ્યક્તિમાં કેળવાય તે માટે નાનામાં નાનું યોગદાન પણ લેવામાં આવશે. Gujarat Ram Mandir Donation 

હાથીજણ સ્વામિનારાયણ ગુરુકુળના શ્રીજી પ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ઠાકોરજીની જન્મભૂમિ મેળવવા અનેક લોકોએ બલિદાન આપ્યા છે ત્યારે આ અવસર આપણને મળ્યો છે. નિધિ સમર્પણ દ્રારા તેમની નજીક રહેવાનો અવસર મળ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9