Gujarat Exclusive > રાજનીતિ > ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાશે, 26 માર્ચે મતદાન

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાશે, 26 માર્ચે મતદાન

0
2899

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. ભાજપના 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. ગુજરાતની 4 રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની એક બેઠક વધી શકે છે.

9 એપ્રિલે પૂર્ણ થઇ રહી છે મુદ્દત

ગુજરાતની 4 રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 26 માર્ચે મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ચાર સંસદ સભ્યોની મુદ્દત 9 એપ્રિલે પૂર્ણ થઇ રહી છે. ભાજપના ચુની ગોહેલ, લાલસિંહ વાડોદીયા તેમજ શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત થતા આ ચૂંટણી યોજાઇ રહી છે. જ્યારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની મુદ્દત પણ પૂર્ણ થઇ રહી છે. કોંગ્રેસ મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરી શકે છે.

‘કેમ છો ટ્રમ્પ‘! અમેરિકન ફર્સ્ટ લેડી મેલાનિયાની સુરક્ષામાં સજ્જ મહિલા અપાશે ટીમને વિશેષ તાલીમ