Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં રાજ્યસભાની ખાલી બેઠક પર ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી બેઠક પર ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી

0
195

ગુજરાત: કોંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદ પટેલના (Ahmed Patel) અવસાન બાદ તેમની ખોટ પાર્ટીને (Congress) કાયમ રહેશે. આટલું જ નહીં, રાજ્યસભામાં પણ કોંગ્રેસને નુક્સાન થઈ શકે છે. 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં (Gujarat Rajyasabha Election) અહેમદ પટેલના વિરુદ્ધ ભાજપે (Gujarat BJP) એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ છતાં ભાજપ નિષ્ફળ નીવડ્યું હતું. જો કે હવે તેમના (Ahmed Patel)અવસાન બાદ આ બેઠક પર ભાજપની નજર છે. આથી જ ભાજપ દ્વારા આ રાજ્યસભા બેઠક (Gujarat Rajyasabha Seat)પર ડિસેમ્બર મહિના ચૂંટણી યોજવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી છે.

2017માં રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajyasabha Election) સમયે કોંગ્રેસ ઉમેદવાર અહેમદ પટેલને (Ahmed Patel) હરાવવા માટે ભાજપે (Gujarat BJP) ભારે ધમપછાડા કર્યાં હતા. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના (Congress) એક પછી એક ધારાસભ્યો પાસે રાજીનામાં પડ્યાં, છતાં છેલ્લી ઘડીએ અહેમદ પટેલનો વિજય થયો હતો. ભાજપના “ચાણક્ય” અને તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં તેઓ અહેમદ પટેલને હરાવી નહતા શક્યા. અહેમદ પટેલને પણ કોંગ્રેસના સંકટ મોચક માનવામાં આવતા હતા. તેમણે અનેક એવી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કોંગ્રેસને ઉગારી હતી. હવે જ્યારે કોંગ્રેસ પાસે અહેમદ પટેલ નથી રહ્યાં, ત્યારે એવામાં રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajyasabha Seat) જીતવા માટે ભાજપે (Gujarat BJP) અત્યારથી મૂડ બનાવી દીધો છે.

એવું મનાય છે કે, બિહારમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. આથી એજ દિવસે ગુજરાતની પણ ખાલી પડેલી રાજ્યસભા બેઠક (Gujarat Rajyasabha Seat) પર ચૂંટણી યોજવા માટે ભાજપે (Gujarat BJP) ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે.

આ પણ વાંચો: કોરોનામાં ક્રિએટિવિટી: લગ્નમાં વર-કન્યા પહેરશે હીરા જડિત માસ્ક

જણાવી દઈએ કે, ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસની (Congress) સીટ ઝીરો છે. જ્યારે રાજ્યસભામાં અહેમદ પટેલની (Ahmed Patel) સાથે 4 સભ્યો હતો. જે ઘટીને હવે ત્રણ સાંસદો શક્તિસિંહ ગોહિલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિક રહી ગયા છે. જ્યારે રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી 7 સીટો પર ભાજપના અભય ભારદ્વાજ, રમિલાબેન વારા, નરહરિ અમીન, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, એસ જયશંકર અને જુગલજી ઠાકોર છે.

આમ તો હવે રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી (Gujarat Rajyasabha Election) 2023માં આવી રહી છે. એવામાં અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી સીટની (Gujarat Rajyasabha Seat) ચૂંટણી આગામી 5 મહિનામાં કરાવવી પડશે. ભાજપના એસ જય શંકર અને જુગલજી ઠાકોર ઓગસ્ટ 2023માં નિવૃત થશે. જો કે હાલ ખાલી પડેલી એક બેઠક જીતવા માટે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપને (Gujarat BJP) ફાયદો થશે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતા આ એક ખાલી બેઠક પર યોજાનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત નક્કી મનાય છે. જો ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તો, ભાજપને જે પણ ઉમેદવાર ઉભો રહે તે બિનહરિફ ચૂંટાઈ શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9