Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં પૂરા સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ

રાજ્યમાં પૂરા સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ

0
264

અમદાવાદઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચથી સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી (gujarat-rain)વાતાવરણ રહેશે. હાલમાં રાજ્યમાં કેટલીય જગ્યાએ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ (gujarat-rain)પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 112 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમા મહત્તમ વરસાદ ચાર ઇંચ સુધી નોંધાયો હતો.

ચોમાસુ હાલમાં પૂરું નહીં થાય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની (gujarat-rain)સાથે-સાથે એકાદ સ્થળ પર ભારે વરસાદ પણ પડી શકે છે. આમા સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ચોમાસુ પૂરુ થવાનો કોઈ સંકેત હાલમાં મળી રહ્યો નથી. આના લીધે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ આ મહિનાના અંત સુધી ચાલે તો પણ કોઈને આશ્ચર્ય નહી થાય.

આ પણ વાંચોઃ સરદાર સરોવર ડેમની ઊંચાઈ163 કે 338 મીટર?, CM રૂપાણીનો વીડિયો વાયરલ

આજે ક્યાં વરસાદ પડશે

મંગળવારે ડાંગ અને તાપી તો બુધવારે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ગુરુવારે દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ (gujarat-rain)પડે તેવી સંભાવના છે. તેની સાથે આ સમયગાળામાં દક્ષિણ ગુજરાત પણ વરસાદથી તરબોળ થઈ શકે છે. તેમા સુરત, વલસાડ અને વાપી શહેર મુખ્ય છે. નવસારીમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. જો કે આ પાછોતરા વરસાદના લીધે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. તેમનું માનવું છે કે આ વરસાદ (gujarat-rain)એકદમ યોગ્ય સમયે આવ્યો છે.

આગામી દિવસોમાં ક્યાં-ક્યાં વરસાદ

આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાત(North gujarat), દક્ષિણ ગુજરાત (South gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) હળવાથી મધ્યમ તથા અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ નર્મદા ડેમનું પાણી 700 કિમી સુધી પહોંચાડી જનતાને તૃપ્ત કરી: CM રૂપાણી

બુધવારે ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી શકે. તેના લીધે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ(gujarat-rain) પડે તેવી સંભાવના છે. આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, વડોદરા, મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાનું જારી રહેશે. હવે સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમની તીવ્રતામાં ઘટાડો થતાં ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે.