Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મંદિરના શરણમાં AIMIMના નવ નિયુક્ત ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલા

મંદિરના શરણમાં AIMIMના નવ નિયુક્ત ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલા

0
413

અભિષેક પાંડેય, અમદાવાદ: ધાર્મિક કટ્ટરપંથીની ઓળખ બની ગયેલા હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પક્ષની જવાબદારી ગુજરાતના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાના ખભા પર મૂકવામાં આવી છે. નવી જવાબદારી મળ્યા બાદ આ દિવસોમાં સાબીર કાબલીવાલાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યોછે. વીડિયોમાં કાબલીવાલા ગણેશજીની આરતી કરતા જોવા મળે છે. મુસ્લિમ-મસ્જિદ અને ધર્મનો એજન્ડા આગળ રાખીને રાજકારણ કરનારી AIMIM પાર્ટીના પ્રદેશ પ્રમુખનો વીડિયો ગળામાં ફસાયેલું હાડકું બની શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર વાયરલ થઇ રહ્યો છે પરંતુ ગુજરાત એક્સક્લૂઝિવ તેની પૃષ્ટી કરતું નથીં.

આગામી દિવસોમાં યોજાનારી મહાનગર પાલિકાની ચૂંટણી અંગે વાત કરવામાં આવે તો વડોદરામાં માત્ર એક જ મુસ્લિમ કાઉન્સિલર ચૂંટાયા હતા. તે જ સમયે રાજકોટમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર સફળ થયો નહતો. ભાવનગર મહાનગરપાલિકામાં 2 મુસ્લિમ કાઉન્સિલરો ચૂંટાયા હતા. સુરતમાં 4 મુસ્લિમોને સફળતા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ 20 મુસ્લિમ કાઉન્સિલરો મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોચ્યા હતા.

પરંતુ આ વખતે સીમાંકનમાં ગુજરાતની ભાજપ સરકારે એવી રીતે સીમાંકન કર્યુ છે કે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને જુદા જુદા ભાગોમાં વહેંચી દીધા છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું થઇ જશે, એવામાં જો ઓવૈસીની પાર્ટી આ જગ્યાઓ પર ઉમેદવાર ઉભા રાખે છે તો પુરી સંભાવના છે કે મુસ્લિમ વોટોનું ધ્રુવીકરણ થાય અને સહેલાઇથી ભાજપના ઉમેદવારોને જીત મળી જશે.

આ પણ વાંચો: AIMIM ગુજરાત: મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કે માફિયાઓનો અડ્ડો?

સાબિર કાબલીવાલા ઓવૈસીની પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ બન્યા તો છે. પરંતુ તેમની વ્યવહારને કારણે કોંગ્રેસે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની ટિકિટ કાપી હતી. કાબલીવાલા ઘણી વાર ગુપ્ત રીતે ભાજપ હાઇકમાન્ડની આસપાસ ફરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં તેઓ પ્રદેશ અધ્યક્ષ બનતા ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ભાજપની બીજી ટીમ હોવાના આક્ષેપોને ટેકો મળે છે.

આ પણ વાંચો: AIMIMનું આખુ નામ પણ બોલી ન શકનારા કાબલીવાલા કેવી રીતે સંભાળશે ગુજરાત?

આરોપ-પ્રત્યારોપ વચ્ચે જોવાનું રસપ્રદ રહેશે કે શું ગુજરાતના મુસ્લિમ કાબલીવાલા પર વિશ્વાસ રાખે છે કે નથી રાખતા? સાથે સાથે ઇમ્તિયાઝ જલીલ અને વારિશ ખાનના સ્વાગતમાં કાબલીવાલાએ જે રીતે ગુંડાઓની સેના એકત્રિત કરી હતી, તે પછી, એક સંસ્કારી-સુશિક્ષિત મુસ્લિમ સમાજ AIMIM સાથે આવશે તે પણ વિચારવાની વાત છે? શું શિક્ષિત મુસ્લિમો, ઉદ્યોગપતિઓ અને શિક્ષિત મૌલાના- મૌલવી કાબલીવાલાનો સાથ આપશે?