Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યના વિવિધ યાત્રા ધામોને CM રૂપાણીની મોટી ભેટ, ભક્તોને થશે લાભ

રાજ્યના વિવિધ યાત્રા ધામોને CM રૂપાણીની મોટી ભેટ, ભક્તોને થશે લાભ

0
52
  • અંબાજી, સોમનાથ, પાલીતાણા અને દ્વારકામાં હવાઇ સેવા શરૂ કરાશે- CM રૂપાણીGujarat Pilgrimages Helicopter Service

  • દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તે માટે મુખ્યમંત્રીએ નેમ વ્યક્ત કરી

  • અંબાજી યાત્રાધામમાં ડેવલપમેન્ટ તથા માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરાશે

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ યાત્રા ધામો જેવા કે અંબાજી, સોમનાથ, પાલીતાણા, દ્વારકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રાધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, આ ચારેય યાત્રાધામોમાં હજ્જારો દર્શનાર્થીઓ તથા ભક્તો દર્શન કરવા માટે જાય છે. હવાઇ સેવા ચાલુ થવાથી ભાવિકભક્તોની સંખ્યામાં પણ વધારો નોંધાશે.Gujarat Pilgrimages Helicopter Service

અંબાજીમાં આદ્યશકિતમાંના દર્શન કરી પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીમાં ડેવલોપમેન્ટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

આ પણ વાંચો: મહેસાણા: સતલાસણા તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ, અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં

તેમણે અંબાજીનો વેલ પ્લાન્ડ સિટી તરીકે વિકાસ કરીને આ પવિત્રધામના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિતની સેવાઓ પૂરી પાડવા અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીને વધુ સુદ્રઢ બનાવવાની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજવાનું પણ આયોજન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત પીઠ ધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી સાથે આજે રવિવારે સવારે કર્યા હતા. તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા, આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીની કૃપા, આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથોસાથ તેમણે સૌના મંગલ કામનાની વાંછના પણ માં અંબાજી સમક્ષ શ્રધ્ધાપૂર્વક કરી હતી.Gujarat Pilgrimages Helicopter Service

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat