Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ત્રીજા તબક્કામાં 18+ને વૅક્સિનેશન આપવામાં ગુજરાત દેશમાં સૌથી આગળ

ત્રીજા તબક્કામાં 18+ને વૅક્સિનેશન આપવામાં ગુજરાત દેશમાં સૌથી આગળ

0
35

ગાંધીનગર: કોરોના વૅક્સિનેશનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધી સૌથી વધુ 18 થી 44 વર્ષના લોકોનું વૅક્સિનેશન ગુજરાતમાં થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 1 મે જ્યાં 55 હજારથી વધુ લોકોને વૅક્સિન લગાવવામાં આવી હતી. જ્યારે રવિવારે 25,712 લોકોને વૅક્સિન આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 80,977 લોકોને વૅક્સિન અપાઈ ચૂકી છે. Gujarat Vaccination

ગુજરાતમાં 18થી વધુ વય અને 45થી વધુ વયજૂથના મળીને કુલ 1,24,31,368 લોકોને વૅક્સિન અપાઈ ચૂકી છે. 18થી વધુ વયના લોકોને વૅક્સિન આપવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.

આ પણ વાંચો:  અંકલેશ્વર: ‘કોરોના કાળમાં પૈસા કોઈ જ કામના નથી’ કહીં યુવકે ઓવરબ્રિજ પરથી રૂપિયા ઉડાવ્યાં Gujarat Vaccination

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વૅક્સિનેશનનું મહાઅભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતુ. જેમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વૅક્સિન આપવામાં આવી હતી.

ખાનગી રસીકરણ કેન્દ્રોમાં પ્રથમ ડોઝ લેનારા લોકોને સરકારી કેન્દ્રોમાં બીજા ડોઝ મફત Gujarat Vaccination
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે, ખાનગી વૅક્સિનેશન સેન્ટરમાં કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોધ લેનારા લોકોને સરકારી કેન્દ્રોમાં બીજો ડોઝ મફત આપવામાં આવશે. હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45થી વધુ વયજૂથના લોકો જ તેનો ફાયદો ઉઠાવી શકશે. આ સુવિધા 30 એપ્રિલ કે તેની પહેલા વૅક્સિન લેનારા લોકોને જ આપવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat