ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસે ગુજરાત સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાબડતોડ સમીક્ષા બેઠક કરી છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી, આરોગ્ય અધિક મુખ્ય સચિવ અને ગૃહ અધિક મુખ્ય સચિવ હાજર રહ્યા હતા.
રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરવા જણાવ્યું છે. આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
રાજ્યમાં દૈનિક સ્ટેસ્ટિંગની માત્રા વધારવામાં આવે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરાય તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.