Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના આઠ મહાનગરોમાં રાત્રિ કફર્યૂના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

રાજયના આઠ મહાનગરોમાં રાત્રિ કફર્યૂના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

0
2

ગુજરાતના આઠ મહાનગરોમાં 25 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. કેસો વધવાને કારણે સરકાર હરકતમાં આવી ગઈ છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો સમય રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બીજી બાજુ પોલીસ તરફથી જબરદસ્ત કડકાઈ કરવામાં આવશે.

રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો થતા હવે 31મી ડિસેમ્બરની ઉજવણી શહેરીજનો માટે ફિક્કી રહેશે, એટલે કે તમે થર્ટી ફર્સ્ટની ઉજવણી જાહેર રસ્તા પર કરી શકાશે નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat