Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યની ચાર મહાનગરપાલીકામાં કોરોના કેસો વધતા રાત્રી કરફ્યુ લંબાવાયો

રાજ્યની ચાર મહાનગરપાલીકામાં કોરોના કેસો વધતા રાત્રી કરફ્યુ લંબાવાયો

0
133
  • કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીંગ કરાશે Gujarat Night Curfew 

  • કોરોનાના કેસોમાં વધારાને ધ્યાને લઇ મૂખ્યમંત્રીના અધ્યક્ષે યોજાયેલ કોર કમીટી માં લેવાયેલ મહત્વના નિર્ણયો

ગાંધીનગર: મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યની ચાર મહાનગરપાલીકામાં રાત્રી કરફ્યુ 15 દિવસ માટે લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે. Gujarat Night Curfew 

શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલાન્સ અને ધનવંતરી રથની કામગીરી સધન બનાવવમાં આવશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલ સંક્રમણ માટે મુખ્યમંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી. કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર વિસ્તારમાં સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પુર્ણ થાય તે અંગે સુચનાઓ આપવામા આવી છે.  Gujarat Night Curfew 

ડો. જયંતી રવિ એ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી અને ચાર મહાનગર પાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રિ કરફ્યુ્ 15 દિવસ લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 104 કોરોના સંક્રમણ તેમજ કોવિડ-19 રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી.

તેમણે ઉમેર્યુ કે,રાજયના નાગરિકોને કોવિડ-19 રસી અંગે અને રસીકરણ બાદની આડ અસર અંગે મુંઝવતા પ્રશ્નો વિશે લોકોને સમયાંતરે નિષ્ણાંતો દ્વારા માહિતગાર કરવા અને આરોગ્ય વિભાગને કાર્યક્રમના સફળ આયોજન માટે માર્ગદર્શન આપવા નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સઘન કામગીરી કરવા મુખ્યમંત્રી ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. Gujarat Night Curfew 

આ પણ વાંચો: પાડાના વાંકે પખાલીને ડામ : 1200 રૂપિયાની હેલ્મેટ ગુમ થવાનો મુદ્દો ઊભો થતાં પોલીસે દંડ માફ કર્યો

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ના રસીકરણના પ્રથમ તબક્કામાં શુક્રવાર સુધી 4.82 લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ 4.07 લાખ (84%)થી વધુ અને 5.41 લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4.14 લાખ (77%)થી વધુને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1.64 લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી 1.23 લાખ (76%)ને બીજો ડોઝ આપી દેવામાં આવેલ છે. Gujarat Night Curfew 

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસી કોવિશિલ્ડના 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના 4.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે. Gujarat Night Curfew 

ડો. જયંતિ રવિએ કહ્યુ કે, બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે અંદાજીત 500 જેટલા સેન્ટર (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા 45-59 વર્ષના કોમોર્બીડ સ્થિત લાભાર્થીને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.  તમામ રસી લીધેલ લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર જે-તે રસીકરણના સ્થળેથી આપવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat