Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં રાત્રિ કફર્યૂના સમયમાં કરાયો ફેરફાર

ગુજરાતમાં રાત્રિ કફર્યૂના સમયમાં કરાયો ફેરફાર

0
2

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધતા ઘટતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ સરકાર દ્નારા આઠ મહાનગરોમાં રાત્રિ કફર્યૂ યથાવત રાખવા માટે સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ક્રોમિયમની દહેશત વચ્ચે સરકાર હજી પણ કોઇ છુટ આપવાનાં મુડમાં નથી લાગતી.

રાત્રિ કર્ફ્યૂમાં સરકાર દ્વારા કોઇ જ છુટછાટ અપાઇ નથી. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ત રહેશે. એટલે કે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. દિવાળી સમયે રાત્રી કર્ફ્યુમાં આપેલી 1 કલાકની છુટ જો કે સરકારે યથાવત્ત રાખી છે. એટલે કે હવે રાત્રે 12 વાગ્યાના બદલે 1 વાગ્યે કર્ફ્યૂ અમલી થશે. જો કે લગ્ન માટે કોઇ જ રાહત આપી નથી. જુના નિયમ અનુસાર 400 લોકોની હાજરીમાં જ લગ્ન કરી શકાશે. આ લગ્નની સરકારનાં ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.

કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. આવતી કાલે કોરોનાનાં 27 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 49 દર્દીઓ સાજા પણ થયા હતા. તો સરકાર રસીકરણ પણ ખુબ જ ઝડપથી કરી રહી છે. પરંતુ હાલ આફ્રિકન વેરિયન્ટની દહેશત વચ્ચે સરકારે હાલ કોરોના નિયંત્રણો પણ યથાવત્ત રાખ્યા છે. એટલે કે જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પણ જરૂરી છે. એક સ્થળ પર લોકોને એકત્ર નહી થવા માટે પણ અપીલ કરાઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat