Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુરતના આ વિસ્તારમાં આજથી ચા-પાનના ગલ્લાઓ બંધ

સુરતના આ વિસ્તારમાં આજથી ચા-પાનના ગલ્લાઓ બંધ

0
150

સુરત: દિવાળી દરમિયાન લોકોએ કરેલી ભૂલ ભારે પડી હોય તેવું દેખાઇ રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી તંત્ર એક્શનમાં મોડમાં આવી ગયો છે. કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે અમદાવાદમાં સતત 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સુરતમાં પણ કોરોનાના કેસો એકવાર ફરી વધી રહ્યા છે. જેથી સુરત પાલિકાએ કડક પગલા લેતા સેન્ટ્રલ ઝોનમાં ચા અને પાનના ગલ્લા બંધ કરવાનો નિર્ણય લીધો છે. Surat Tea pan stall close 

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. હવે સંક્રમણ વધુ ના ફેલાય તે માટે તંત્ર તાબડતોડ પગલા લઇ રહ્યું છે. સુરત મનપાએ કડકાઇભર્યા પગલા લેતા આજથી સેન્ટ્રલ ઝોનમાં ચા અને પાનના ગલ્લા ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતના વિસ્તારમાં ચા અને પાનની દુકાન બંધ રહેશે. Surat Tea pan stall close 

ટેસ્ટિંગ વધારવા પર ભાર Surat Tea pan stall close 

તંત્ર દ્વારા કર્ફ્યૂને લઈને જાહેરાત કરવામાં આવી હતી કે, કર્ફ્યૂ દરમિયાન જાહેર રસ્તાઓ પર કારણ વગર ફરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સુરત પાલિકા દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક નહીં પહેરવા પર કડક કાર્યવાહી કરવાનું અધિકારીઓને સુચન કરાયું છે. આ સાથે ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવામાં આવશે. સંક્રમણને અટકાવી શકાય તે માટે ડોર ટુ ડોર સરવે તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પણ વધારવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં કર્ફ્યુ લંબાશે કે કેમ? આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

બહારગામથી આવનારાઓની માહિતી પાલિકાને આપવી પડશે

સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરી સુચન કર્યુ હતું કે બહારગામથી આવનારાઓની માહિતી પાલિકાને આપવાની રહેશે. આ સાથે તેમણે ડોક્ટર એસો. સાથે મિટિંગ યોજી હોસ્પિટલોને બેડ, ઓક્સિજનની વ્યવસ્થા, વેન્ટીલેટર, સ્ટાફ આવશ્યક તમામ સાધન ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે. લેબોરેટરીમાં વધુમાં વધુ ટેસ્ટ કરવા સુચન કરાયું છે. 90 ઘન્વંતરી રથો ને 360 વિસ્તારોને આવરી લઈ આરોગ્ય લક્ષી સરવે વધાર્યું છે. એન્ટ્રી પોઇન્ટો પર ચેકિંગ સાથે ટીમ વધારવામાં આવી છે. બહારગામથી આવનારાઓનું ચેકિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારાયું છે. Surat Tea pan stall close 

એક દિવસમાં 1361 લોકો પાસેથી દંડ વસુલાયો

સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખનારા 143 લોકો પાસેથી 19,398 અને માસ્ક નહી પહેરનારા 1217 વ્યક્તિઓ પાસેથી 90,516 વસુલાયા છે. તેથી શનિવારે એક જ દિવસે 1361 વ્યક્તિઓ પાસેથી 1,10,414 દંડ વસુલાયો છે.