Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત પણ હવે અમદાવાદના પગલેઃ તહેવારો પછી કોરોનાના ટેસ્ટિંગ સેન્ટર અને વોર્ડ વધાર્યા

સુરત પણ હવે અમદાવાદના પગલેઃ તહેવારો પછી કોરોનાના ટેસ્ટિંગ સેન્ટર અને વોર્ડ વધાર્યા

0
60

તહેવારો પછી કોરોનાના કેસોની સંખ્યામાં થયો વધારોઃ બંછાનિધિ પાની

સુરતઃ અમદાવાદીઓની જેમ સુરતીઓને પણ આ વખતે તહેવારોની (Gujarat news Surat Corona) મજા માણવી મોંઘી પડી ગઈ છે. સુરતીઓએ તહેવારોની સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની ગાઇડલાઇન બાજુએ મૂકી ઉજવણી કરતાં હવે તેના પરિણામ જોવા મળી રહ્યા છે. તેના પગલે શહેરમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે. શહેરના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ પોતે જ જણાવ્યું છે કે તહેવારો પછી કોરોનાના કેસોની સંખ્યામાં પાંચ ટકા વધારો થયો છે. તેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના (Gujarat news Surat Corona)ટેસ્ટિંગ સેન્ટર અને વોર્ડ પણ વધારવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કોરોનાનું સંક્રમણ વધતા BAPSનો નિર્ણય, 30 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે

સુરતમાં દિવાળી દરમિયાન લોકો બજારમાં કિડીયારુ ઉભરાય તેમ ઉભરાતા (Gujarat news Surat Corona)હવે કોરોનાના કેસોના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. આ સિવાય દિવાળીની રજાઓમાં બહાર ગયેલા લોકો પણ મોટાપાયા પર સુરત ફરી રહ્યા છે. આ સિવાય વતન ગયેલા મજૂરો પણ પરત આવવાના હોવાથી કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવવાની સંભાવના સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના કોરોનાગ્રસ્ત નેતા અહેમદ પટેલને ભરતસિંહની જેમ ઓળખવા મુશ્કેલ

તહેવારો શરૂ થતાં પૂર્વે કોરોનાના કેસોની સંખ્યા ઘટી જતાં કોર્પોરેશન(Gujarat news Surat Corona) દ્વારા હંગામી ધોરણે ચાલુ કરવામાં આવેલા ટેસ્ટિંગ સેન્ટરો પૈકી મોટાભાગના બંધ કરી દેવાયા હતા. આ ઉપરાંત કોરોનાના કેસની સંખ્યા ઘટતા કોરોનાના વોર્ડની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી હતી. હવે પરિસ્થિતિ મુશ્કેલ થવાના લીધે ફક્ત કોરોના ટેસ્ટિંગ ડોમ જ નહીં પરંતુ કોરોના વોર્ડની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

આ સિવાય કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં (Gujarat news Surat Corona)વધારો જોવામાં આવી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ કોર્પોરેશ માટે બીજો મોટો પડકાર એ છે કે શાળાઓ પણ ચાલુ થઈ રહી છે. હવે કોરોના સંક્રમિત બાળક બીજા બાળકના સંપર્કમાં આવે તે પહેલા તેની ઓળખ કરવી તે સૌથી મોટો પડકાર છે. આ સંજોગોમાં બીજા બાળકોની સલામતીનું ધ્યાન રાખવું પણ મોટો પડકાર છે.