Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવેલા પ્રવાસીઓને પડ્યો ધક્કો

દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવેલા પ્રવાસીઓને પડ્યો ધક્કો

0
356
  • દિવાળી વેકેશનમાં છેલ્લા છ દિવસમાં જ SOU પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ભાઈ બીજ અને ગુરુ નાનક જયંતિના રોજ ખુલ્લું તો 17/11/2020 અને 1/12/2020 ના રોજ બંધ રખાશે

  • સરદાર પટેલની વિશાળ પ્રતિમાને પાણીના પ્રતિબીંબ માંથી ઉભરતી જોવાનો લ્હાવો આ વર્ષે પ્રવાસીઓએ મેળવ્યો

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: કોરોના કેર વચ્ચે લોકડાઉનમાં લોકોએ પોતાનો સમય ઘણા મહિનાઓ સુધી ઘરમાં જ પસાર કર્યો, દર વર્ષે દિવાળીના સમયે વેકેશનમાં ફરવા જવાનો દરેક પરિવાર પ્લાન બનાવતા હોય છે. આ વખતે કોરોના સંક્રમણથી બચવા પ્રવાસીઓએ ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા એવા નર્મદા જિલ્લાને પ્રથમ પસંદગી આપી. નર્મદા જિલ્લાના વિવિધ ધોધ, પૌરાણિક સ્થળો પર સમયાંતરે પ્રવાસીઓ આવતા હોય છે, પણ આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું છે. દિવાળી વેકેશનમાં છેલ્લા છ દિવસમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને નજીકના અન્ય પ્રવાસન સ્થળોની હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

આમ તો દર સોમવારે મેન્ટેનન્સને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, પણ દિવાળી વેકેશનને લીધે આ વખતે દિવાળી વેકેશનમાં સોમવાર 16/11/2020 (ભાઈ બીજ)ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રખાયું હતું, તો આગામી 30/11/2020 (ગુરુ નાનક જયંતિ)ના રોજ પણ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખુલ્લું રખાશે. તો 17/11/2020 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રખાયું હતું, 1/12/2020 ના રોજ પણ બંધ રખાશે.આ બાબત ઓન લાઈન ટિકિટ બુકીંગ વખતે દર્શાવાઈ રહી હોવા છતાં કેટલાક પ્રવાસીઓ ઓફ લાઈન ટિકિટ તો મળશે એવા વિશ્વાસે 17 મી નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી પહોંચતા અમુક પ્રવાસીઓને ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તમામ સ્ટાફનો ફરી કોવિડ ટેસ્ટ થશે: આરોગ્ય વિભાગ લાગ્યું કામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સહિત અન્ય 17 પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકતા પ્રવાસીઓએ 24 તારીખ સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સહિત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઈન બુકિંગ કરાવતા બુકિંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે.ગત વર્ષે પ્રવાસીઓ જે એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ 2થી 3 દિવસ સુધી ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવી રહ્યા છે. ટેન્ટ સિટી-2ના મેનેજર પ્રબલ પટેલના જણાવ્યા અનુસાર લોકડાઉનના 6 મહિનામાં અમને ઘણી મોટી ખોટ ગઈ છે. એ પણ સરભર થતા થોડેક અંશે રાહત થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહેલા SRP અને પોલીસ જવાનો સુરક્ષા કરતા હતા એ સુરક્ષા પર હવે CISFના જવાનો દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Statue of Unity

હાલ તમામ પ્રોજેક્ટો પર કોરોનાની ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સાથે અન્ય પ્રોજેક્ટો પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો રોજના SOU પર 2500 પ્રવાસીઓ અને વ્યૂવિંગ ગેલેરીમાં 500, જંગલ સફારી પાર્કમાં રોજના 3000 હજાર, ચિલ્ડ્ર્ન પાર્કમાં રોજના 5000 પ્રવાસીઓ મળી કુલ સરેરાશ રોજના 12 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.

આ પણ વાંચો: PMની મહિલાઓને મોટી ભેટ, મિલકત ખરીદી પર માત્ર 100 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી

સરદાર પટેલની પ્રતિમાને જળ માર્ગે જોવાની પણ પ્રવાસીઓએ મજા માણી

સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) નજીક 31મી ઓક્ટોબરથી ગોવાની એક ખાનગી કંપનીએ “ક્રુઝ” બોટની શરૂઆત કરી છે. જેથી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓએ સરદાર પટેલની વિશાળ પ્રતિમાની રસ્તા પરથી કે હવાઈ માર્ગે નહિ પણ જળ માર્ગે પણ જોવાની મજા માણી રહ્યા છે. પાણીના પ્રતિબીંબમાંથી ઉભરતી આ પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યા છે. પ્રવાસીઓ હવે રાત્રી દરમ્યાન ક્રુઝ બોટની મઝા માણવા ઉમટી રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપના વિજયી 8 ધારાસભ્યો લાભ પાંચમે 12:39 વાગે શપથ લેશે

પ્રવાસી આર્ચી પટેલ, ક્રિષ્ના પટેલ અને રચના પટેલે જણાવ્યું હતું કે સાંજે રંગબેરંગી લાઈટિંગથી અહીં વાતાવરણ આહલાદક બની જાય છે. ખાસ કરીને લોકો હિલસ્ટેશન કે અન્ય પ્રાકૃતિક સૌંદર્ય જેવી જગ્યાએ ફરવા જવાનું લોકો પસંદ કરતા હોય છે. પરંતુ હાલ દિવાળી વેકેશનમાં ગુજરાત અને ગુજરાત બહાર ફરવા જતા પ્રવાસીઓ પણ અહીં આવે છે. અહીંની કારીગરી અને અદભુત કૌશલ્યને જોઈને અમે તો દંગ રહી ગયા. વળી આ વર્ષે જળ માર્ગે વિશાળ પ્રતિમાને જોઈ પ્રવાસીઓ વિશેષ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે.