Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અમદાવાદમાં આજ રાત્રે 9થી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ અમલી બનશે

અમદાવાદમાં આજ રાત્રે 9થી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ અમલી બનશે

0
157

શહેરમાંથી રાત્રે ઉપડતી લગભગ 350 જેટલી બસો બંધ કરાઈ

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વકરતા સરકારે આજ રાતના (Gujarat News ST news)નવ વાગ્યાથી એસટી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના પગલે રાતના નવ વાગ્યા પછી એસટી બસો અમદાવાદમાં નહી પ્રવેશી શકે અને બહાર પણ નહીં જઈ શકે. આગામી નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે.

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી જારી રહેવાનો હોવાથી દરરોજે વડોદરાથી અમદાવાદ આવતી 250 બસ બંધ થઈ શકે છે. વડોદરાથી અમદાવાદ દરરોજે 800 બસ આવે છે. સોમવારથી સાંજે છથી સવારના છ વાગ્યા સુધી વડોદરાથી અમદાવાદ જતી એસટી બંધ કરવામાં આવશે. 23મી તારીખ પછી અમદાવાદને જોડતા એસટીના રુટ રિશેડ્યુલ કરવામાં આવશે. આ સિવાય સુરતથી પણ અમદાવાદ જતી બસો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ આવતી જતી અને નાઇટ હોલ્ટ કરતી એટલે કે રાત્રિ રોકાણ કરતી કુલ 3,700થી વધુ બસો હોય છે. આ સિવાય અમદાવાદમાં કરફ્યુના લીધે અમદાવાદથી ઉપડતી પોઇન્ટની બસો પણ નહીં ઉતરે.

વિવિધ એસટી સ્ટેન્ડ પર ભારે ધસારો

સરકારના આ નિર્ણયના પગલે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. અમદાવાદ આવેલા લોકોએ રીતસર પરત ફરવા માટે ગીતામંદિર સહિતના મોટા એસટી સ્ટેન્ડ્સ તરફ દોટ લગાવી હતી.

તેના પગલે અમદાવાદના ગીતામંદિર સાથેના વિવિધ એસટી સ્ટેન્ડ (Gujarat News ST news)પર ભારે ધસારો જોવા મળ્યો હતો. તેની સાથે નિયમોના પાલનની વાત તો દૂર પણ નિયમ જેવું જ કશું દેખાતું ન હતું. આ સંજોગોના કોરોના ફેલાતો ક્યાંથી અટકે. આ રીતે એસટીમાં જનારા પ્રવાસીઓ જ્યાં-જ્યાં પણ જાય તે પોતાના વિસ્તારમાં સુપરસ્પ્રેડર બની શકે છે.

આ પણ વાંચોઃ CM વિજય રૂપાણીનું મોટુ નિવેદન, રાજ્યમાં લોકડાઉન નહી થાય

દિવાળીના તહેવાર પછી અમદાવાદમાં કોરોનાના કેસમાં (Gujarat News ST news)વધારો થવાથી પરિસ્થિતિ વધારે ગંભીર થઈ છે. સરકારે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાતે નવ વાગ્યાથી 23મીએ સોમવારે સવારે છ વાગ્યા સુધીના 57 કલાકના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પછી સરકારે ગઈકાલે 23મીથી શાળા કોલેજો શરૂ કરવાની હતી તે નિર્ણય પર બદલતા શાળા કોલેજોને આગળ જાહેરાત થાય નહીં ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આના પછી હવે શહેરમાં આજ રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં ST બસ નહીં પ્રવેશી શકે.

આ પણ વાંચોઃ તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની, ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ

STના અમદાવાદમાં પ્રવેશ પરના પ્રતિબંધના સમાચારને (Gujarat News ST news)અમદાવાદ STના ડેપો મેનેજર એચ.એન. દવેએ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શુક્રવારથી કરફ્યુને લઈને અમદાવાદમાં એસટીના આવાગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય બહારગામથી અમદાવાદ થઈને જતી ST બસો હવે અમદાવાદ બાયપાસ થઈને જશે. અમદાવાદમાં રાત્રે ઉપડતી લગભગ 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય પણ એસટી વિભાગે લીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કેસો વધતા સાવચેતીના ભાગરૂપે દસક્રોઈની બારેજા નગરપાલિકાએ 21 થી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. અમદાવાદમાં આ પહેલા સ્થિતિ સુધરતા પહેલી ઓગસ્ટે કરફ્યુ હટાવવામાં આવ્યો હતો.