Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિવાદો SSG હોસ્પિટલનો પીછો છોડતા નથી, સિક્યોરિટી સ્ટાફનું દર્દીના સ્વજન સાથે ગેરવર્તન

વિવાદો SSG હોસ્પિટલનો પીછો છોડતા નથી, સિક્યોરિટી સ્ટાફનું દર્દીના સ્વજન સાથે ગેરવર્તન

0
54

હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટે ઘટનાની તપાસના આદેશ આપ્યા Gujarat news SSG Hospital news

વડોદરાઃ વિવાદો SSG હોસ્પિટલનો પીછો છોડતા હોય તેમ લાગતું નથી. હોસ્પિટલમાં થયેલા હોબાળાના લીધે સલામતી કર્મચારીઓ દર્દીના સ્વજનને (Gujarat news SSG hospital news) માર માર્યો હતો. એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડ પાસે આ ઘટના બની હતી. આમ વડોદરાની સૌથી મોટી SSG હોસ્પિટલ વધુ એક કારણસર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સલામતી કર્મચારી દર્દીના સંબંધીને ફટકારતો હોવાનો વિડીયો પણ વાઇરલ થયો છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના કોરોનાગ્રસ્ત નેતા અહેમદ પટેલને ભરતસિંહની જેમ ઓળખવા મુશ્કેલ

સલામતી કર્મચારીઓ દર્દીના સંબંધી પર લાકડી (Gujarat news SSG hospital news) લઈ તૂટી પડ્યા હતા. તેની સાથે સંબંધીને લાફા પણ માર્યા હતા. સમગ્ર ઘટનામાં એક મહિલા આજીજી કરતી જોવા મળી છે, પરંતુ સલામતી કર્મચારીઓએ તેના સંબંધી પર દંડાવાળી ચાલુ રાખી હતી. આ ઘટનાનો વિડીયો બહાર આવતા હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ નવરંગપુરાની ખાનગી હોસ્પિટલની મહિલાકર્મી પાસે સોશિયલ મીડિયા પર બિભસ્ત માંગણી

આ ઘટના એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડ (Gujarat news SSG hospital news)પાસે બની હતી. તેમા સારવાર દરમિયાન અન્ય દર્દીઓને ઘૂસાડવામાં આવતા હોવાનો આરોપ દર્દીના સ્વજનોએ કર્યો હતો. તેના પગલે સલામતી કર્મચારીએ સ્વજનને માર માર્યો હતો.

હોસ્પિટલના સિક્યોરિટી કર્મચારીઓએ (Gujarat news SSG hospital news)દર્દીના સ્વજનને માર માર્યો હતો. તેના પછી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસ શરૂ કરી માર મારનારા સલામતી કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. સલામતી ગાર્ડે જણાવ્યું હતું કે મારામારીની શરૂઆત દર્દીના સંબંધીઓએ જ શરૂ કરી હતી. અમે તો ફક્ત જવાબ આપ્યો છે. તેણે સલામતી કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતા.