Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા 10 વિશેષ ટ્રેનો દોડાવાશે, 2 માસમાં સુવિધાઓ શરૂ

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા 10 વિશેષ ટ્રેનો દોડાવાશે, 2 માસમાં સુવિધાઓ શરૂ

0
303

મુંબઈથી વડોદરાની ટ્રેનને કેવડિયા સુધી લંબાવવામાં આવી

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ (Gujarat news SOU news) આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે. 691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે.વડોદરાથી (Gujarat news SOU news)ડભોઈ 39 કિલોમીટરની લાઈન, તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે.ચાંદોદથી કેવડિયા 32 કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે અગાઉ કેવડિયાના (Gujarat news SOU news) અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.દરમિયાન એમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ક્યાંય નહિં જોયું હોય તેવું કેવડિયાનું અદ્યતન સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ પૂર્ણતાના આરે છે, આગામી 2 માસમાં કામ પૂરું થશે.રેલ્વે સેવા શરૂ થશે એવુ ટવીટ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કર્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત 6 જૂન 19 ના (Gujarat news SOU news) રોજ કરવામાં આવ્યું હતું.જેને 31 ડિસેમ્બર 2020 પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે, 20 કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે, સ્ટેશનની છત પરથી 200 કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાનું સંભાવના છે. તેના માટે સોલાર પેનલો ગોઠવવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ: જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે, ભીડ ભેગી ના કરો

કેવડીયા ખાતે અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન બનાવવાની કામગીરીનો (Gujarat news SOU news) પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશાળ રેલવે ભવન, મોટું જંક્શન સાથે કર્મચારીઓનું સ્ટાફ ક્વાટર્સ, રેલવે મેન્ટેનન્સ વિભાગ સહિત વિભાગોના બિલ્ડિંગો બનાવવાની કામગરી ચાલી રહી છે.કેવડીયા ખાતે બની રહેલા રેલવે ભવન ચાંદોદથી સીધી લાઈન જોઈન્ટ થશે. આ રેલવે લાઈન દેશની તમામ રેલ સેવા સાથે જોડવામાં આવશે. ડભોઈથી ચાંદોદ સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા વિશેષ ટ્રેનો દોડાવાશે

રેલ્વે માર્ગે સરળતાથી કેવડિયા પહોંચવા માટે
(1) વડોદરા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ કેવડિયા સુધી ટ્રેન નંબર: 12928 કેવડીયાથી-મુંબઈ રાત્રે 8:50 કલાકે, ટ્રેન નંબર 12927 મુંબઈથી-કેવડિયા સવારે 8:10 કલાકે

(2) વડોદરા રેવા એક્સપ્રેસ કેવડીયા સુધી કેવડીયાથી-રેવા ટ્રેન નંબર: 20905 સાંજે 6:00 કલાકે, રેવાથી-કેવડિયા ટ્રેન નંબર: 20906 સાંજે 6:00 કલાકે

(3) વડોદરા-વારાણસી મહાત્મા એક્સપ્રેસ કેવડીયા સુધી કેવડીયાથી-વારાણસી ટ્રેન નંબર: 20903 સાંજે 6 કલાકે, વારણસીથી-કેવડિયા સવારે 9:55 કલાકે

(4) પ્રતાપનગરથી કેવડિયા સુધી બે મેમુ ટ્રેન

ટ્રેન-01 કેવડીયાથી-પ્રતાપનગર સવારે 9:20 કલાકે, કેવડીયાથી-વારાણસી સવારે 07:50 કલાકે તથા ટ્રેન-02 કેવડીયાથી-પ્રતાપનગર રાત્રે 09:45 કલાકે, કેવડીયાથી-વારાણસી બપોરે 12:50 કલાકે

કેવડીયામાં રેલ્વે સ્ટેશન બનવાથી સ્થાનિકોને રોજગારીનો લાભ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા દેશ ભરમાંથી રેલ્વે દોડવાશે જેથી આગામી સમયમાં કેવડિયા ખાતે રેલ્વે મારફતે જ દેશના અલગ અલગ વિસ્તારો માંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે, આ કારણે સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે. તેની સાથે સાથે કેવડીયામાં ઔદ્યોગિક વિકાસ પણ થશે.