Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આઝાદીના 73 વર્ષ પછી પણ પ્રથા જારીઃ વાલ્મિકીઓનું લાભ પાંચમે ગટરનું મુહૂર્ત

આઝાદીના 73 વર્ષ પછી પણ પ્રથા જારીઃ વાલ્મિકીઓનું લાભ પાંચમે ગટરનું મુહૂર્ત

0
108
  • અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના સફાઈ કામદારોએ કર્યું મુહૂર્ત
  • દેશની આઝાદી અને સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પણ ગટર સાફ કરવાની પ્રથા ચાલુ

અમદાવાદ: લાભ પાંચમને સત્કાર્ય માટે સારો દિવસ ગણવામાં આવે છે. આજે નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ તેમના હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. તે જ રીતે વેપારીઓ પણ આજે મુહૂર્ત કરીને ધંધો શરૂ કર્યો હતો. આ પ્રથા અનુસાર અમદાવાદના ગોતા વિસ્તારમાં વાલ્મિકી ભાઈઓએ ગટરના ઢાંકણાને (gujarat-news-sewarage-work)હારતોરા કરીને પૂજા કરીને શુભ મુહૂર્ત કર્યું હતું. આ ઘટના પરથી આઝાદી મળ્યા પછી અને સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના હુકમ પછી પણ આ પ્રથા ચાલુ હોય તેમ દેખાય છે.

કર્મશીલ કાંતિભાઇ પરમારે જણાવ્યું છે કે, (gujarat-news-sewarage-work)આ મેગા સિટી અમદાવાદ વરવી વાસ્તવિકતા છે. વિચારધારાની ગુલબાંગો વચ્ચે વિચાર કરવાની તાતી જરૂર છે. જરા પણ સ્થિતિ બદલાઈ નથી, જ્ઞાતિ આધારિત કામ ગામડામાં હતું તે શહેરમાં આવી થોડું બદલાયું હશે પરંતુ હજુ આપણે ત્યા ને ત્યાં જ છીએ. જે માનસિક ગુલામી લોહીમાં વણાઈ ગઈ હોય એ કેમ કરી જાય?

આ પણ વાંચોઃ નવરંગપુરાની ખાનગી હોસ્પિટલની મહિલાકર્મી પાસે સોશિયલ મીડિયા પર બિભસ્ત માંગણી

આજે હિન્દુ તહેવાર મુજબ લાભ પાંચમના દિવસે સવારના 7.00 વાગ્યાના સમયમા ગટર કામદારો વાલ્મિકી ભાઇઓએ આજે લાભ પાંચમના દિવસ નિમિત્તે મુહૂર્ત કરતા જોવા મળ્યા હતા

ગટરકામ ખૂબ જ જોખમી છે, ગેરકાયદેસર છે, સલામતી (gujarat-news-sewarage-work)સુરક્ષા અને સન્માન બિલકુલ હોતા નથી તો પણ આ કામદારો ખુશીથી ગટરનું મુહૂર્ત કરીને મીઠાઈ વહેંચી હતી. બોલો આઝાદીના 75 વર્ષ પછી આ હાલત હોય તો કોણે જવાબદાર ઠરાવવા? જો ગુજરાતના મેગા સીટી અમદાવાદની આ હાલત હોય તો ગામડામાં સમાજની શી હાલત હશે ? તે કલ્પના જ માત્ર માનવીને હચમચાવી મૂકે છે. છતાં નિષ્ઠુર તંત્રના પેટનું પાણી હલતું નથી જે દયનીય અને શરમજનક બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ કામથી બંધારણમાં આર્ટિકલ 21 મુજબ આપેલા ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનો ખુલ્લેઆમ ભંગ થાય છે.