Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > School Opening અંગે વાલીઓની સંમત્તિ એટલે શું, બાળકની જવાબદારી તેમની લખી આપવાનું?

School Opening અંગે વાલીઓની સંમત્તિ એટલે શું, બાળકની જવાબદારી તેમની લખી આપવાનું?

0
803
  • વાલીઓની સંમત્તિ અંગે વિવાદ થતાં શિક્ષણમંત્રી ચૂડાસમાએ કરી સ્પષ્ટતા
  • તજજ્ઞો સાથે ચર્ચા અને કેન્દ્રની ગાઇડલાઇન મુજબ નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં શાળા ખોલવા (School Opening)અંગે સરકારની જાહેરાત બાદ વાલીઓની સંમત્તિ મામલે વિવાદ સર્જાયો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ 23 નવેમ્બરથી રાજ્યમાં ધો.9થી12ની શાળા ખેલવાની જાહેરાત કરી દીધી. પરંતુ તેના માટે વાલીઓએ બાળકને શાળાએ મોકલવા અંગે સંમત્તિ આપવાની રહેશે.

જે અંગે વિવાદ થતાં ગુરુવારે મંત્રી ચૂડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર બાળકોની જવાબદારીમાંથી ઠકવા માંગતી નથી.

આ પણ વાંચોઃ ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની બદલી બાબતે સર્જાયો વિવાદ

સરકાર બાળકોની જવાબદારીથી છટકવા માગતી નથીઃ ચૂડાસમા

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે અન્ય રાજ્યોમાં પણ શાળા શરુ (School Opening)થઇ ગઇ છે. આ નિર્ણય અનેક તજજ્ઞો સાથે વિચાર વિમર્શ અને કેન્દ્રની ગાઇડ લાઇ મુજબ લેવામાં આવ્યો છે. સરકાર બાળકોની જવાબદારીથી છટકવા માગતી નથી. પરંતુ ક્ન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ વાલીઓની સંમત્તિ લેવાની વાત છે. તેથી ગેરસમજ કરવી નહીં.

તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં સ્કૂલો ખુલી ગઇ છે. આ નિર્ણય લેનાર ગુજરાત પહેલું રાજ્ય નથી. ઉદાહરણ આપતા ચૂડાસમાએ કહ્યું કે,

“મેં ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રભારી દિનેશ શર્માને ફોન કરી શાળાઓ ખુલવા અંગે પુછ્યું હતું. તેમણે જણાવ્યું કે ત્યાં શાળા ખુલી (School Opening)ગઇ છે અને વ્યવસ્થિ અભ્યાસ પણ થઇ રહ્યો છે.”

હવે સવાલ એ થાય છે કે વાલીઓની સંમત્તિ અંગે કેન્દ્રની ગાઇડલાઇન શું છે? 5 ઓક્ટોબરે કેન્દ્ર સરકારે જારી કરેલી ગાઇડલાઇન પર નજર કરતા જણાયું કે તેમાં લખ્યું છે કે,

“વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા માટે વાલીઓની લેખિત મંજૂરી જરુરી રહેશે.”

ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે વાલીઓએ લખી આપવાનું રહેશે કે બાળકોને ભણવા માટે સ્કૂલ મોકલવામાં બાળકોની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. એટલે કે બાળકોને કંઇ પણ થાય તો તેના માટે જવાબદાર વાલી રહેશે.

અહીં જે વિવાદ સર્જાયો છે, તે આ અંગે જ છે કે શાળા સંચાલકો સંમત્તિપત્રમાં બાળકોની સંપૂર્ણ જવાબદારી વાલીઓની હોવા અંગે લખાવવા માગે છે કે શું. જો આવું હોય તો વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા નથી માંગતી : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

બાળકો 5-6 કલાક સ્કૂલમાં રહે તો જવાબદારી કોનીઃ વાલીઓ

કારણ કે જો સંમત્તિપત્ર આ રીતે તૈયાર કરાયું હોય તો તે બાળકોની જવાબદારીમાંથી છટકવાની જ વાત છે. વાલીઓ કહે છે કે બાળકો 5-6 કલાક સ્કૂલમાં રહે, તેની જવાબદારી તેમની કઇ રીતે હોઇ શકે. તેના માટે તો શાળા સંચાલકો જવાબદાર ગણાય. પરંતુ તેઓ આ જવાબદારી ઊઠાવવા તૈયાર નથી.

સરકાર હવે કહે છે કે તેણે કેન્દ્ર સરકારની ગાઇલાઇન મુજબ આ નિર્ણય લીધો છે. સંમત્તિપત્રમાં શુ લખવાનું છે તેની સ્પષ્ટતા કરતા નથી. વાલીઓ તો તેમના બાળકોને કોરોનાના સુપર સ્પ્રેડર બનવવા માગતા નથી.

તેથી તેઓ બાળકોનું ભલે એકર વર્ષ બગડે તો પણ તેમને સ્કૂલે મોકલવા રાજી નથી. કમસે કમ કોરોનાની રસી ન આવી જાય ત્યાં સુધી તો ગુજરાતના વાલીઓની બાળકોને સ્કૂલે મોકલવા સંમત્તિ નથી.

કેન્દ્રે 5 ઓક્ટોબરે જારી કરેલી ગાઇડલાઇન પર નજર કરીએ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી મુજબ જે પણ સ્કૂલો ખુલશે (School Opening), તેણે કેન્દ્રની SOP પ્રમાણે રાજ્ય સરકારોના નિયમોનું પાલન કરવાનું રહેશે.

SOP શું કહે છે? School Opening

સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિઝર (SOP)ને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક આરોગ્ય, સ્વચ્છતા અને સુરક્ષાના નિયમો. બીજુ -સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કના પાલનના નિયમ.

  • -બાળકોને શાળામાં મોકલવા વાલીઓની લેખિત સંમત્તિ જરુરી. જો કે તેઓ ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પસંદ કરી શકે છે.
  • – 6 ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન.
  • – કલાસ, મેદાન અને લેબમાં બાળકોએ પોતાનું માસ્ક પહેરવાનું રહેશે.
  • -શાળામાં દરેક જગ્યાએ હાથ ધોવાની વ્યવસ્થા.
  • -પ્રવેશ દ્વારે સ્ક્રિનિંગની સુવિધા કરાવવાની રહેશે.
  • -સંચાલકોએ શાળા ખોલતા પહેલાં સમગ્ર સંકૂલને સેનિટાઇઝ કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ કોરોના ટીમની દિવાળીની રજાઓ કેન્સલ કરાઇ : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સુરતના પ્રમુખ ડો. હિરલ શાહે ચેતવણી આપી કે

“બેદરકારી રખાશે તો કોરોના મહામારી વચ્ચે સ્કૂલો ખોલવી (School Opening) ‘ડિઝાસ્ટર’ બની શકે છે.બાળકો સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે. બાળકો ઘેર જઇને માતા-પિતા, દાદા-દાદી સહિત પરિવારમાં સંક્રમણ ફેલાવી શકે છે.”

અમદાવાદમાંસીનિયર ડોક્ટર અને અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલાં ડો. મોના દેસાઈએ કહ્યું કે હાલ અમદાવાદમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે ત્યારે બાળકો અને શિક્ષકોને કોરોનાથી સુરક્ષિત રાખવો એક પડકાર છે.

હાલમાં આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં શાળા ખૂલી (School Opening)પરંતુ કોરોના સંક્રમણ વધતા ફરી સ્કૂલો બંધ કરવાની ફરજ પડી હતી. મીડિયા અહેવાલો મુજબ આંધ્રપ્રદેશમાં 800થી વધારે શિક્ષકો અને 500થી વધારે બાળકો કોરોના સંક્રમિત મળ્યાં હતાં.

સતત 5-6 કલાક બાળકો માટે બેસવું મુશ્કેલ

ડો. મોના દેસાઈએ કહ્યું કે, “સતત 5-6 કલાક સુધી માસ્ક પહેરી રાખવું આરોગ્ય માટે સારું નથી હોતું. બાળકો માટે તો આટલા સમય સુધી માસ્ક પહેરવું પણ મુશ્કેલ છે. બાળકો મોટાભાગે ઘરમાં જ રહ્યાં છે. હવે જ્યારે તેઓ બહાર નીકળશે તો અનેક પ્રશ્નો સર્જાશે.”

શાળાએ જવા માટે બસ કે રિક્ષા વાપરતા બાળકો અને તેમના વાલીઓ માટે આ પણ એક પ્રશ્ન હશે કારણકે બધા વાલીઓ પાસે પોતાનાં બાળકને શાળાએ લાવવા અને લઈ જવાની વ્યવસ્થા નહીં હોય.

આ પણ વાંચોઃ સુરતઃ 10મામાં ભણતી દિકરી માટે મોબાઇલ લાવી નહીં શકતા પિતાનો suicide

સ્કૂલબસ-રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અશક્ય

ડો. દેસાઈ કહે છે કે “જો બાળકને રિક્ષામાં કે બસમાં જવું પડે તો આ ખૂબ જોખમકારક છે કારણકે રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન મુશ્કેલ છે. આવા બાળકો સુપર સ્પ્રેડર બની શકે છે. કારણ કે 14-15 વર્ષના બાળકોમાં કોરોના સંક્રમણના લક્ષણ ન દેખાય અને તેઓ પરિવારમાં વાઇરસ ફેલાવી શકે છે.”

ગુજરાત વાલી મંડળના પ્રમુખ જયેશ પટેલે પણ શાળા ખોલવાનો નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો કે સરકાર વાલીઓ પર જવાબદારી નાખી રહી છે અને પોતે જવાબદારીમાંથી છટકી રહી છે.