Gujarat Exclusive > The Exclusive > શાળા કોલેજ શરૂ કરવા અંગે સરકાર કરી શકે છે ફેર વિચારણા

શાળા કોલેજ શરૂ કરવા અંગે સરકાર કરી શકે છે ફેર વિચારણા

0
160

ભુપેન્દ્રસિંહ ચુડાસમા ચાલુ પત્રકાર પરિષદે ઊભા થતાં અનેક તર્કવિતર્ક

ગાંધીનગરઃ અમદાવાદમાં કોરોનાના વધેલા કેસના પગલે સરકાર(Gujarat news_School college reopen) શાળા અને કોલેજો ફરીથી શરૂ કરવા અંગે ફેરવિચારણા કરી શકે છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ અંગેની પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે તેમના પર ફોન આવ્યો હતો. આ ફોન કોનો હતો તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આ અંગે માનવામાં આવી રહ્યુ છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી Gujarat news_School college reopen)ભુપેન્દ્રસિંહ ચુડાસમાન પર ફોન આવ્યો હતો. આમ 23મી નવેમ્બરથી શાળા કોલેજ ફરીથી શરૂ કદાચ ન પણ થાય તેમ માનવામા આવી રહ્યુછે. સરકાર એકાદ દિવસમાં આ નિર્ણય બદલે તેવી સંભાવના છે. અમદાવાદમાં રાત્રિ કરફ્યુની સરકારે જાહેરાત કર્યા પછી હવે આ જાહેરાત પણ ગમે ત્યારે થઈ શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સરકારે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી લાદી દીધો રાત્રિ કરફ્યૂ, 20 નવેમ્બરથી અમલ

ઉલ્લેખનીય છે કે આ પહેલા શિક્ષમ વિભાગની ડીઇઓ સાથેની Gujarat news School college reopen)સમીક્ષા પૂરી થઈ હતી. તેના પછી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતુ. તેમા 23 નવેમ્બરથી જ શાળાઓ ખૂલશે તેમ જણાવ્યું હતું. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે દરેક સ્કૂલ પોતાની અલગ એસઓપી બનાવશે. વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત વાલી સંમતિપત્ર લેવાશે. 

આ પણ વાંચોઃ સુરત પણ હવે અમદાવાદના પગલેઃ તહેવારો પછી કોરોનાના ટેસ્ટિંગ સેન્ટર અને વોર્ડ વધાર્યા

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે તમામ જિલ્લામાં સ્કૂલો ખોલવાની તૈયારીઓ (Gujarat news School college reopen)પૂર્ણ કરી દેવાઈ છે. શાળાઓમાં બાળકોની હાજરી પણ મરજિયાત છે. બાળકોનું આરોગ્ય અમારા માટે પ્રાથમિકતા છે. કાળજીપૂર્વક કામ કરવામાં આવે તો સારું પરિણામ મળી શકે છે. હવે જો શાળાઓ બેદરકારી દાખવે તો ડીઇઓ તેની સામે પગલા લઈ શકે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે.

તમામ શાળા સંચાલકોએ આ અંગે સંમતિ આપી હોવાનું પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. આ સિવાય સ્કૂલોમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર રહે છે તેની માહિતી મેળવાશે. હાજરીની માહિતી ત્રણ-ચાર દિવસમાં મળે તેવું આયોજન પણ કરાયું છે.