Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભાવનગર અને સુરત વચ્ચે આજથી ફરીથી શરૂ થઈ રો-રો ફેરી સર્વિસ

ભાવનગર અને સુરત વચ્ચે આજથી ફરીથી શરૂ થઈ રો-રો ફેરી સર્વિસ

0
178
  • વર્ષે પાંચ લાખ મુસાફરો પરિવહન કરશે અને 33 લાખ લિટર ઇંધણ બચશે
  • સુરતથી ભાવનગર ફક્ત સાત જ કલાકમાં જ પહોંચી જવાશે

સુરતઃ આજથી ઘોઘા અને હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ (Ro-RO Ferry service) આજથી ફરીથી શરૂ થઈ છે. આ ફેરી સર્વિસ રોજના ત્રણ ફેરા મારશે. આ ફેરી સર્વિસના લીધે ભાવનગરથી સુરત ફક્ત ચાર કલાકમાં પહોંચી જવાશે. રો-રો ફેરી સર્વિસના લીધે ભાવનગર અને સુરત વચ્ચેનું અંતર 370 કિલોમીટર ઘટી જશે.

આ ફેરી સર્વિસમાં વર્ષે પાંચ લાખ મુસાફરો આવન-જાવન કરે તેમ મનાય છે. આ ફેરી સર્વિસના લીધે માલસામાનનું પરિવહન આઠ કલાકના બદલે ચાર કલાકમાં થશે. આના લીધે રોજના 9,000 લિટર અને વર્ષે 33 લાખ લિટર ઇંધણની (Gujarat news_RO-RO ferry service)બચત થશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આઠ નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે એમ કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ RTEમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની ફીમાં કાપ નહીં મૂકવા રજૂઆત

રો-પેક્સ ફેરી સેવાની જરુરીયાત વિષે જણાવતા મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતનને કયારેય ભૂલી શક્યા નથી. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર ચાર કલાકની થઇ જશે.

વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્ર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે સૌરાષ્ટ્રવાસીઓની આ વર્ષો જૂની માંગ પૂરી કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રો પેક્સ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે

રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે પાંચ લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9000 લિટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ 3 ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન 24 એમટી કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.

ધંધા રોજગારીની તકો વધશે

રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર ઓછી ખર્ચાળ અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રોડ ટ્રાફિક અને રેલવે ટ્રાફિક પરનું ભારણ ઘટાડવા માટે જળ પરિવહનને મહત્ત્વ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યોછે. ભારતમાં આવા વોટરવેને ઓળખવામાં આવી રહ્યા છે. (Gujarat news_RO-RO ferry service) બાંગ્લાદેશ સાથે કનેક્ટિવિટી વધે તે માટે પણ વડાપ્રધાન આઠમી તારીખે રોપેક્સ ફેરીને ફ્લેગ ઓફ કરશે. એક ફેરી કોચીન, આસામ, બ્રહ્મપુત્રામાં શરૂ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત પાસે 7,500 કિલોમીટરનો દરિયાકિનારો છે. તેમા વધુને વધુ વોટર વે સગવડ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવશે. ઘોઘા અને દહેજની ફેરી સર્વિસ બંધ (Gujarat news_RO-RO ferry service) થવાનું કારણ નર્મદાનું બદલાયેલું વહેણ હતુ. ઘોઘા અને હજીરામાં સર્વિસ માટે ટર્મિનલ પણ બનાવવાનું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીની જજમેન્ટમાં નામ સુધારવાની અરજી ફગાવી

આ સર્વિસને સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી પહેલા મોટી ભેટ માનવામાં (Gujarat news_RO-RO ferry service) આવશે. હજીરાથી ઘોઘા ફેરી સર્વિસ દિવાળી પહેલા શરૂ થતાં દિવાળી વખતે તેમા સુરતથી ભાવનગર સુધી નોંધપાત્ર ધસારો જોવા મળશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પહેલી વખત મોટાપાયે જળ પરિવહનનો ઉપયોગ કરશે. આના લીધે સૌરાષ્ટ્રવાસીઓએ છેક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું ચક્કર મારીને સૌરાષ્ટ્ર નહીં આવવું પડે.

ક્ષમતા
i) 30 ટ્રક (50 મેટ્રિક ટન વજન સહિત)
ii) 100 પેસેન્જર કાર
iii) 500 પેસેન્જર+ 34 શિપ ક્રૂ

સગવડ
1) કેમ્બે લોન્જ (14 વ્યક્તિ)
2) બિઝનેસ ક્લાસ (78 વ્યક્તિ)
3) એક્ઝીક્યુટીવ (316 વ્યક્તિ)
4) ઈકોનોમી (92 વ્યક્તિ)

ફૂડ કોર્ટ
2

સુરક્ષા
1) લાઈફ રાફ્ટ 22 નંગ (ક્ષમતા 25 વ્યક્તિ)
2) મરીન ઇવેક્યુએશન ડીવાઈસ (જે તમામ મુસાફરોને 25 મિનિટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે છે)
– 2 નંગ (ક્ષમતા 3000 વ્યક્તિ)
– 2 નંગ (ક્ષમતા 300 વ્યક્તિ)
3) ફાસ્ટ રેસ્ક્યુ બોટ 1 નંગ (ક્ષમતા 9 વ્યક્તિ)