Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા: એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ, તલવાર-ધારીયા ઉછળતા મામલો તંગ

રાજપીપળા: એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ, તલવાર-ધારીયા ઉછળતા મામલો તંગ

0
181
  • અગાઉનો જૂનો ઝઘડો ધીંગાણાનું બન્યું કારણ, પોલીસે 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
  • પોલીસને ઘટના સ્થળેથી 12 બોરની તૂટેલી બંદૂક,  જીવતા કારતૂસો અને તલવાર મળી

વિશાલ મિસ્ત્રી, રાજપીપળાઃ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા (Gujarat news Rajpipala news) ખાતે લાભ પાંચમની સમી સાંજે શહેરના મુસ્લિમ વિસ્તારમાં એવા સિંધીવાડમાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા મામલો તંગ બન્યો હતો, જોત જોતામાં તલવાર-ધારીયા ઉછળતા મામલો વધુ ન ગરમાય એ માટે સિંધીવાડ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

બીજી બાજુ આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લોહીલુહાણ હાલતમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં પણ લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. રાજપીપળા પોલીસે આ મામલે સામ-સામે બન્ને પક્ષોની ફરિયાદ લઈ 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કરફ્યુના અમલ માટે પોલીસ કમિશ્નરના નેજા હેઠળ બેઠક યોજાઈ

રાજપીપળા સિંધી વાડમાં આ બનાવ અગાઉના (Gujarat news Rajpipala news)કોઈક ઝઘડા બાબતે બન્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ આજથી એકાદ વર્ષ પહેલાં મહેબૂબ ખાન પઠાણ સિંધી વાડ વિસ્તારમાંથી પસાર થતા હતા દરમિયાન ઈમ્તિયાઝ અજિજ શેખે કૂતરાને મારેલો પથ્થર ઉછળીને મહેબૂબ ખાન પઠાણના માથામાં વાગ્યો હતો, આ મામલે બન્ને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો, જે તે સમયે સમાધાન પણ થયું હતું.હવે મહેબૂબ ખાન પઠાણનું થોડા દિવસો અગાઉ મૃત્યુ થયું હતું તેઓની પાસે લાયસન્સ વાળી બંદૂક હતી.

બનાવ ક્યારે બન્યો

હવે અસલમખાન અલીમ ખાન પઠાણ અને જબ્બારખાન મહેબૂબ ખાન(Gujarat news Rajpipala news) સાથે સ્વ.મહેબૂબ ખાન પઠાણની બંદૂક જમા કરાવવા જતા હતા. આ દરમિયાન સિંધિવાડ ખાતે હસન અજિજ શેખ, ઈમ્તિયાઝ અજિજ શેખ, હમીદ અજિજ શેખ, અલ્લારખ્ખા નજીરમિયા શેખ, મુન્નીબેન શેખ તથા શાબેરાબાનું શેખે એમની સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી ઝઘડો કર્યો હતો.આ ઝઘડાની જાણ થતાં જ યામીન મહેબૂબ ખાન પઠાણ, અલીખાન મહેમુદખાન પઠાણ અને સેહજાત અનવર હુસેન સૈયદ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

દરમિયાન હસન અજિજ શેખ, ઈમ્તિયાઝ અજિજ શેખ, હમીદ અજિજ શેખ, અલ્લારખ્ખા નજીરમિયા શેખ, મુન્નીબેન શેખ તથા શાબેરાબાનું શેખે અસલમ અલિખાન પાસેથી બંદૂક ખૂંચવી લેવાની કોશિશ કરી હતી અને હસન અજિજ શેખે ધારીયું તથા હમીદ અજિજ શેખે તલવાર વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. તેની સાથે સાથે બંદૂક પણ તોડી નાખી હતી.આટલું ઓછું હતું એમ અલ્લારખ્ખા શેખે તો તીરથી પણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ કરફ્યુના લીધે વેડિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો, શહેરમાં બે દિવસમાં 1,600 જેટલાં લગ્નઃ ઇવેન્ટ મેનેજર્સ

જ્યારે સામે પક્ષે નોંધાયેલી ફરિયાદ મુજબ અગાઉના ઝઘડાની અદાવત (Gujarat news Rajpipala news)રાખી સેહજાન ખાન અનવર હુસેન સૈયદે બંદૂક સાથે આવી ઈમ્તિયાઝ અબ્દુલ લતીફ શેખ સાથે ઝઘડો કર્યો, ત્યારે સાહેરા બાનું અબ્દુલ હુસેન શેખે ઝઘડો ન કરવા જણાવતા સેહજાન ખાન અનવર હુસેન સૈયદે એને બંદૂકની બટનો ભાગ માર્યો હતો.રાજપીપળા પોલીસે આ ઘટના મામલે બન્ને પક્ષ તરફી ફરિયાદ દાખલ કરી 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેની સાથે સાથે એ વિસ્તારમાં પોલિસ પહેરો ગોઠવી દીધો છે.

રાજપીપળા સિવિલ હોસ્પિટલ પરથી ટોળું સિંધી વાડમાં પહોંચતા મામલો તંગ બન્યો

રાજપીપળા સિંધીવાડમાં બંદૂક, તલવાર અને ધારીયા ઉછળતા બે જૂથ (Gujarat news Rajpipala news)વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં એક મહિલા સહીત 6 વ્યક્તિઓને લોહી લુવાણ હાલતમાં સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, દરમિયાન ત્યાં ટોળુ ઉમટી પડ્યું હતું.જો કે પોલિસે એ ટોળું વિખેરતા ટોળું સિંધીવાડ ઘટનાસ્થળે પહોંચી જતા મામલો બીચકયો હતો.દરમિયાન DYSP તથા ટાઉન PI સહિતનો કાફકો ત્યાં પહોંચી ગયો હતો.પોલીસે મામલો થાળે પાડવા બળ પ્રયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.પોલીસને ઘટના સ્થળેથી 12 બોરની તૂટેલી બંદૂક, અમુક માત્રામાં જીવતા કારતુસો અને તલવાર મળી આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.